નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨:
નયા ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા, મન હોય તો માંડવે જવાય તેવી નીતિ રીતિ માં માનનારા અને ગરવી ગુજરાત નર્મદા યોજનાની ભેટ આપનાર ગુજરાતના પનોતા પુત્ર “સ્વર્ગીય ચીમનભાઈ પટેલ”ની ૨૮ મી પુણ્યતિથિ નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ (પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સીલર)ની આગેવાની હેઠળ સરદાર પટેલ શાકભાજી પાથરણા બજાર, સીટીએમ ખાતે તેમની છબી ને મૂકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી.

સ્થાનિક શાકભાજી પાથરણા બજાર ના શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. “સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ” ગરીબો, પછાતો, આદિવાસીઓ અને દલિતોના બેલી અને હામી હતા તેમના શાસનકાળમાં નયા ગુજરાતની રચના માટે તેમની સરકારે ગરીબલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી જેનો આર્થિક અને સામાજિક લાભો ગુજરાતના લાખો ગરીબોને મળ્યો હતો. ગુજરાત માટે તેમની સેવા ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
ગુજરાતને આજે એવા કર્મઠ અને ગરીબોના બેલી એવા કટિબદ્ધ અને પ્રતિબદ્ધ મુખ્યમંત્રી ની જરૂર છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ, ભરત શર્મા, સંજય મેકવાન, સુનિલ કોરી, રાજેશ આહુજા, સેલિના મેકવાન, અતિશ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #chimanbhaipatel #ahmedabad
