પત્રકારો, એમના પરિવારજન પણ લાગુ પડતા ડોઝ લઈ શકશે.
રાજકોટ, તા:૦૩ ફેબ્રુઆરી ૨૦૨૨:
રાજકોટ મનપા દ્વારા આયોજીત ત્રીજા કોરોના પ્રિકોશન-બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પનું આયોજન.
રાજકોટ મહાનરપાલિકાએ ગત તા. ૩૦મી માર્ચે રાજકોટના પત્રકારો, કેમેરામેન, ફોટોગ્રાફર માટે કોરોનાથી રક્ષણ મળે એ માટેના કેમ્પનું આયોજન કર્યા બાદ હવે રસીકરણ ના ત્રીજા પ્રિકોશન-બુસ્ટર ડોઝ માટે પણ તા.૫ મી ફેબ્રુઆરી ૨૦૨૨ શનિવારના રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પત્રકારોને આ આયોજન અંતર્ગત પ્રિકોશન-બુસ્ટર ડોઝ રસી મુકાવી સુરક્ષિત થવા ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે અનુરોધ કર્યો છે.
ગયા વર્ષે મહાપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસે યોજાયેલ રસીકરણ કેમ્પમાં પત્રકારો અને તેમના પરિવારજનો મળી અંદાજે ૫૦૦ લોકોએ કોરોના વેક્સિન મૂકાવી હતી. હવે પોણા વર્ષ બાદ કોરોના વેક્સિનનાં ત્રીજા પ્રિકોશન-બુસ્ટર ડોઝ માટે આગામી ૫ ફેબ્રુઆરી શનિવાર નાં રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી રાજકોટ મનપાની વેસ્ટઝોન ઓફિસ ખાતે આ કેમ્પનું ફરી એક વખત આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મનપા દ્વારા આયોજીત આ કેમ્પની ખાસ વાત એ હશે કે, ગત કોરોના રસીકરણ કેમ્પમાં જે પ્રકારે બીપી, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન સ્થળ પર કરવામાં આવેલ હતું. એજ પ્રકારે આ વખતે પણ બીપી ડાયાબિટીસ નું ચેકઅપ રસીકરણ સ્થળ પર જ રાખવામાં આવેલ છે. જે પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનોએ પ્રથમ કોરોના વેક્સિન ડોઝ લીધો છે, તેમને બીજો ડોઝ લેવાની તેમજ કોરોના રસી લેવાની બાકી હોય તેવા તમામ પત્રકારો-મીડિયા મિત્રો અને તેમના પરિવારજનોને કોરોના વિરૂદ્ધની વેક્સિન લેવાની અપીલ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કરી છે. તમામ સમાચાર માધ્યમોનાં પત્રકારો, પ્રિન્ટ-ઈલેટ્રોનિક મીડિયાનાં મિત્રોને ૫ મી ફેબ્રુઆરી ના સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટઝોન કચેરી ,૧૫૦ રિંગ રોડ, બિગ બઝાર પાસે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી છે.
રાજુભાઈ ધ્રુવએ કહ્યુકે પત્રકારોને પણ કોરોનાના વોરિયર ગણીને પ્રિકોશન-બુસ્ટર ડોઝ રસી આપવા માં અગ્રતા મળે એવી રજૂઆત કરી હતી.
આ કોરોના રસીકરણ-૩ કેમ્પ-કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારના રાજય કક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત ના પદાધિકારીઓ-મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા અન્ય અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં યોજાનાર છે. રાજકોટ મહાનગરપાલિકાના ના આરોગ્ય અધિકારી શ્રી પી પી રાઠોડ તથા તેમની ટીમ આ પત્રકારમિત્રો માટેના આ વિશિષ્ટ બુસ્ટર -પ્રિકોશન ડોઝ નું આયોજન કરી રહી છે. રાજકોટના સમાચાર માધ્યમોના પત્રકારમિત્રોને જરૂરી ઓળખપત્ર-આધાર સાથે ઉપસ્થિત રહી રસીકરણ કરાવી પોતાને અને પરીવાર જનોને શુરક્ષિત કરે.