લોનની શરતો, Q3 માં બચત થાપણ વૃદ્ધિ…
નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨:
એક વિશ્લેષણ અનુસાર, ચાલું નાણાકીય વર્ષમાં ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન લૉન અને બચત ડિપોઝીટ વૃદ્ધિના સંદર્ભમાં જાહેર ક્ષેત્રના ધીરણકર્તાઓમાં રાજ્યની માલિકીની બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) ટોચની કામગીરી કરનાર તરીકે ઉભરી આવી છે. બેંક દ્રારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા મુજબ પૂણે હેડક્વાર્ટર વાળા ધીરણકર્તા 2021-22 ના ઓકટોબર-ડિસેમ્બરના સમયગાળામાં કુલ ઍવાન્સમાં 22.9 ટકાનો વધારો કરીને રૂ.1,29,006 કરોડ નોંધ્યા હતા.
ત્રીજા ક્વાર્ટર માટે વિવિધ ધીરણકર્તાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ દર્શાવે છે. કે BOM પછી કેનેરા બેંક હતી, જેને કુલ લોનમાં રૂ.7,29,506 કરોડની કુલ એડવાન્સમાં 9.28 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
RAM (રિટેલ, એગ્રીકલ્ચર અને MSME) સેગમેન્ટના સંદર્ભમાં , BoM એ 18.33 ટકાનો સૌથી વધુ વૃદ્ધિ સાથે રૂ.80,815 કરોડ નોંધાવ્યો હતો.
જ્યારે બચત ડિપોઝિટ મોબિલાઈઝેશનની વાત આવે છે , ત્યારે B0M એ 18.33 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 80,815 કરોડ નોંધ્યું હતું. તે પછી બેંક ઓફ બરોડાએ 12.36 ટકા વધીને રૂ.3,22,909 કરોડ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો નંબર આવે છે. બાદમાં 10.30 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
જો કે , ચોક્કસ શબ્દોમાં , SBI નો બચત ડિપોઝિટ બેઝ 18 ગણો વધારે હતો જે BoM ના રૂ . 80,815 કરોડની સામે રૂ.14,73,505 કરોડ હતો. એસેટ ગુણવત્તા સુધારણાના સંદર્ભમાં , BoM ની ગ્રોસ નોન – પર્ફોર્મિંગ એસેટ્સ ( NPAs ) કુલ એડવાન્સિસના 4.73 ટકા હતી. જે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 4.5 ટકાના દરે SBI પછી બીજા ક્રમે છે . ચોખ્ખી એનપીએના સંદર્ભમાં, સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન BoM 1.24 ટકાના દરે સારો હતો. જ્યારે SBI નો 1.34 ટકા હતો. ગયા વર્ષે ડિસેમ્બરના અંતે BoM નો કુલ બિઝનેસ 18.27 ટકા વધીને રૂ.3,15,620 કરોડને સ્પશ્યો હતો. ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં BoM નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ.154 કરોડની સરખામણીએ બમણાથી વધુ વધીને રૂ.325 કરોડ થયો છે. તેની કુલ આવક એક વર્ષ અગાઉના ગાળામાં રૂ.3,582 કરોડથી વધીને રૂ.3,893 કરોડ થઈ હતી . સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખી વ્યાજ આવક (NII) 17 ટકા વધીને રૂ.1,527 કરોડ થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ જ રૂ.1,306 કરોડ હતો.