ધીરૂ શ્રીમાળી, ભારતમીરર ગાંધીધામ કચ્છ.
તા: ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨:
પૂર્વ કચ્છ ના ગાંધીધામ શહેરના પોષ વિસ્તાર એવા લિલાશાહ ચક્રામાં અને બગીચા વિસ્તારમાં આવેલ જય બજરંગ નમકીન નામ ની દુકાન જે માનવ જાત સાથે ખિલવાડ કરતી આ શોપ મા અડધો માલ વાસી તેમજ ફૂગ અને એક્ષપાયરી ડેટ નો હતો.

થોડા સમય પહેલા એક જવાબદાર જાગૃત વ્યક્તિ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરીને સત્ય હકીકત બહાર લાવવામાં આવેલ જે કોલ્ડરિન્કસ, જંક્સફૂડ તેમજ અલગ અલગ પ્રકારની ચટપતાં ફરસાણ હોલસેલ તેમજ રિટેલ માર્કેટમાં વેચાણ કરી રહેલ બજરંગ નમકીન ફરસાણ ગાંધીધામ કચ્છ જેની ચોક્કસ માહિતી ભેગી કરી ફૂડ એન્ડ ડ્રગ્સ ના ગાંધીધામ નગર પાલિકા ના ઇન્સપેક્ટર શ્રી આનંદભાઈ ને તેમજ ગાંધીધામ મામલતદાર વીડિયો બતાવીને રૂબરૂ સ્થળ પર જઈ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ.

આ બજરંગ નમકીન નામની શોપ ઉપર ફૂડ વિભાગ તેમજ ખાધ વિભાગ તેમજ GST ના અધિકારી એકાતરે આ દુકાન મુલાકાત લે આ માનવભક્ષી અને વિકૃત માનસ ધરાવતા દુકાનદાર ના દુકાન સેપલ ભેગા કરી લેબોટરી તપાસવામાં આવે છે. છતાં ” કૂતરાં ની પૂંછડી વાંકી ને વાંકી જ રહેવાની ” કહેવત સાર્થક કરતા દુકાનદાર પર જવાબદાર અધિકારીઓ એ યોગ્ય કાર્યવાહી કરી ને આવા દુકાન દ્રારો ઉપર કેસ કરી કોર્ટે ને હવાલે કરવામાં આવે એવી આજુબાજુના વિસ્તાર ના લોકોની માંગ ઉઠવા પામી છે. અને લોકલાગણી દુભાય નહીં એવુ જનતા અધિકારીઓ પાસે અપેક્ષા રાખી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad #bajrangnamkeen&farsan #gandhidham #kutch
