નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨:
Ace ટેનિસ એકેડમી ૧૯૯૮ માં શરૂ થયેલ આ એકેડમીમાં છેલ્લાં ૩૭ વર્ષોમાં ૨૦,૦૦૦ થી વધુ ખેલાડીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. Ace ટેનિસ એકેડમી જીએસટીએ સાથે આઈટીએફ વુમન ટૂર્નામેન્ટનું આયોજન કરશે. 15,000 ડોલરની આ ટુર્નામેન્ટ ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ ટુર્નામેન્ટ ઓપન ક્લે કોર્ટમાં રમાશે.
ક્વોલિફાઇંગમાં ૪૮ ખેલાડીઓનો ડ્રો થશે, જ્યારે મુખ્ય ડ્રોમાં ૩૨ ખેલાડીઓ હશે. અમદાવાદની ઝીલ દેસાઈ જેમણે WTA માં ૫૯૨ મું સ્થાન મેળવ્યું છે તેઓ ટોપ સીડ રહેશે. જ્યારે રશિયાની અન્ના યૂરેકે જેનું WTA માં ૭૬૮ મું સ્થાન છે, તેઓ ટૂર્નામન્ટનાં સેકન્ડ સીડ છે. અમદાવાદમાં આવી ટૂર્નામેન્ટ યોજવાથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. આ ટુર્નામેન્ટમાં ૫ થી ૬ ગુજરાતના ખેલાડીઓ રમશે, ઉપરાંત ૧૨ દેશના ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસીએશનના પ્રેસીડેન્ટ શ્રી ચિંતન પરીખ જે ખુદ એક વર્ષોથી ટેનિસના સારા ખેલાડી છે. એમના પ્રયાસ તેમજ નેતૃત્વથી જ આ ટુર્નામેન્ટ ગુજરાતને મળી છે, જે આપણાં માટે ગૌરવની વાત છે. Ace ટેનિસ એકેડમી પ્રમેશ મોદી અને અમી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ભારતમાં સૌ-પ્રથમ ક્વેર ટેનિસ એકેડમી ૨૦૧૧ માં શરૂ હતી. હવે નવાં ૬ ટેનિસ કોર્ટ બનાવવામાં આવશે, જે અમદાવાદમાં પલોડિયા ખાતે હશે.
અહીંયા પ કલે કોર્ટ (૩ કવર અને એક ખુલ્લો) તથા એક હાર્ડ કોર્ટ રહેશે. આ સિવાય જીમ પ્લેયર્સ લોજ, ઓપન ફિટનેસ એરિયા, પ્લેરૂમ, રેસ્ટોરેંટ વગેરે હશે. અહીં રાજ્ય સ્તરીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થા. એકેડમીમાં જાણીતા ટ્રેનરો જેવા કે શ્રી દિમિત્રી બાસ્કોવ (ડેવિસ કપ અને એટીપી ખેલાડી), યશપાલ પટેલ (૨૫ વર્ષના અનુભવવાળા ફિટનેસ ટ્રેનર), થોમસ જોનસ (સ્કોટિશ ફિટનેસ ટ્રેનર), માનસી મહેતા ( ફિઝિયોથેરાપી ), મનલ બોલે ( સ્પોર્ટ્સ ફીઝિયોલોજીસ્ટ ) , પાર્થ ઢાલ ( રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી ), રીતુ ટુંગારે ( ન્યુટ્રીશનિસ્ટ ), આ સિવાય એકેડમીના અનુભવી અને જાણીતા કોચ મેહુલ રાવલ, સુCનિલ પાસી, મહેશ રાવલ , શાનુ , પંકજ નાયક, અમિત કુમાર શામિલ રહશે.