નીતા લીંબાચીયા, અમદાવાદ
તા.14 જાન્યુઆરી 2022:
ઉત્તરાયણના દિવસે શહેરના બિઝનેસમેન એવા નવીન ગજ્જર દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આપણે સૌ
મકરસંક્રાંતિમાં પરિવાર સાથે ઉજવણી કરીએ છીએ પરંતુ ગરીબ બાળકોની ખુશીને ભૂલી જઈએ છીએ એ બાળકોને ખુશીઓ આપવા માટે વિશેષરૂપે ઉત્તરાયણ પર્વ પર નવીનભાઈએ મકરબા વિસ્તારના 50 જેટલા બાળકોને પતંગ, દોરી, ચિક્કી તેમજ માસ્ક આપ્યા હતા.
આ અંગે વધુમાં વાત કરતા બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા નવીનભાઈ ગજ્જરે કહ્યું કે,
બાળકો માટે ઉત્તરાયણ એ ખુશીઓ લઈને આવે છે પરંતુ હજુ પણ ઘણા એવા ગરીબ બાળકો છે કે જેઓ પતંગ, દોરીની ખરીદી કરી શકતા નથી. આ બાળકો ઉત્તરાયણની મજા માણી શકે માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરવાનું મે વિચાર્યું અને બાળકોની આ ખુશીઓનો અહેસાસ તેમને ઉત્તરાયણની નજીકથી જોયો જેનો મને આનંદ છે
જો કે આ ઉપરાંત નવીનભાઈ ગજ્જરે અન્ય પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ પણ કરી છે. જે ખરા અર્થમાં બીજા માટે એક પ્રેરણા દાયક છે.
#bharatmirror #bharatmirror21 #news #uttrayan #ahmedabad