અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા: 23 જાન્યુઆરી 2023:
આઝાદીની ચળવળના દિવસોમાં, જેમના એક કોલ પર હજારો મહિલાઓએ તેમના કિંમતી ઝવેરાત અર્પણ કર્યા હતા. અને
જેમના કોલ પર હજારો યુવક-યુવતીઓ આઝાદ હિંદ ફોજમાં દાખલ થયા હતા તેવા નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાની રાજધાની કટકના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.

સુભાષેચંદ્ર કટક અને કોલકાતામાંથી વિવિધ પરીક્ષાઓ પાસ કરી. ત્યાર પછી સુભાષચંદ્રના શ્રદ્ધાળુ પિતા રાયબહાદુર જાનકીનાથ ઇચ્છતા હતા કે તેઓ અંગ્રેજી નીતિશાસ્ત્ર અને શિક્ષણ અપનાવે.
પિતાની વિનંતી પર તેઓ ICSમાં જોડાયા. અને તે ઈંગ્લેન્ડ ભણવા ગયા.
પોતાની ક્ષમતા અને ખંતથી તેમણે લેખિત પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ ની સુભાષચંદ્રજીની દેશ ભકિત એ તેમને નેતાજીનું બિરુદ અપાયું.

નેતાજી સુભાષચંદ્રએ ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા
ના નારા વડે ભારતીયોના દિલોમાં દેશભક્તિની ભાવનાને બળવાન કરી હતી. આજે પણ તેમના આ નારાથી બધાને પ્રેરણા મળે છે.
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ – ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad
#subhashchandrabos
