નીતા લીંબાચીયા, અમદાવાદ,
તા: 18 જાન્યુઆરી, 2022:
યુએસએમાં સાર્વજનિક રૂપે કારોબાર કરતી ધ મિડલબાય કોર્પોરેશનના વિભાગ મિડલબાય સેલફ્રોસ્ટએ અમદાવાદના ગોતા વિસ્તારમાં તેના ચેનલ પાર્ટનર મેસર્સ નંદ ઇક્વિપમેન્ટ દ્વારા તેના ઇનોવેશન સેન્ટરના ભવ્ય ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ સેન્ટર ગોતા-વડસર રોડ દંતાલી ખાતે આવેલું છે.
યુએસએમાં ઇલિનોઇસ, એલ્ગિનમાં મુખ્યાલય ધરાવતા ધ મિડલબાય કોર્પોરેશન ફૂડ સર્વિસ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વભરમાં અગ્રેસર છે. કંપની 10,000થી વધુ કર્મચારીઓ સાથે 150 થી વધુ દેશોમાં કામગીરી તથા 100 થી વધુ સેલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ કેન્દ્રો ધરાવે છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ આશરે 10.97 અબજ યુએસ ડોલર (NASDAQ: MIDD) છે. અને વર્ષ 2020માં તેની આવક 2.6 અબજ યુએસ ડોલર નોંધાઇ છે.
મિડલબાય કોર્પોરેશન 100થી વધુ બ્રાન્ડ્સની માલીકી સાથે ફૂડ સર્વિસ, ફૂડ પ્રોસેસિંગ અને પ્રીમિયમ રેસેડન્શિયલ માર્કેટ્સને ઇક્વિપમેન્ટ્સ પ્રદાન કરે છે. મિડલબાય સેલફ્રોસ્ટ ભારતમાં પસંદગીના કમર્શિયલ ફૂડ સર્વિસ ઇક્વિપમેન્ટ સપ્લાયર તરીકે ઓળખાય છે. અને તેની કોલ્ડ સાઇડ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જેમકે પ્રોફેશ્નલ રેફ્રિજરેટર, કોલ્ડરૂમ, આઇસ મશીન અને ફ્રિઝરનું વેચાણ સેલફ્રોસ્ટ બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે. વધુમાં તેની વિવિધ હોટ સાઇડ પ્રોડક્ટ્સ જેમકે ફ્રાયર્સ, ઓવન, કન્વેયરાઇઝડ ઓવન, સ્પીડ ઓવન, ગ્રીલ્સનું વેચાણ અલગ-અલગ મિડલબાય બ્રાન્ડ્સ હેઠળ કરવામાં આવે છે. સેલફ્રોસ્ટ ઝડપી વૃદ્ધિ સાધતી રેસ્ટોરાં ચેઇન અને હોટેલ ગ્રૂપ માટે ઇક્વિપમેન્ટની અગ્રણી સપ્લાયર છે.
કંપની 18 બ્રાન્ડ સેન્ટર્સ સાથે ભારતમાં વિશાળ માર્કેટિંગ અને સર્વિસ નેટવર્ક ધરાવે છે, જે માર્કેટમાં મિડલબાયની બ્રાન્ડ્સના સમગ્ર પોર્ટફોલિયોને વ્યૂહાત્મક રીતે મદદરૂપ બને છે. અમે મિડલબાયના વર્તમાન સેલ્સ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ઉભરતાં માર્કેટ્સમાં સેલફ્રોસ્ટ બ્રાન્ડ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો રજૂ કરવાની તક અંગે ઉત્સાહિત છીએ.
કંપની એક સમર્પિત ઇન-હાઉસ સર્વિસ ટીમ ધરાવે છે, જે ગ્રાહકોની વિવિધ સેવા સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ ઉપરાંત એક સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન અને ઇ-મેઇલ દ્વારા ઓનલાઇન કનેક્ટિવિટી વિકેન્ડમાં પણ એક્ટિવ રહે છે. જ્યારે કે ગ્રાહક સેવા અને સંતોષ માટે 24X7 ટેકનીકલ ટીમ એક્ટિવ રહે છે. અમારી સેવાઓમાં સુવ્યાખ્યાયિત અને સંગઠિત માળખું મુખ્યત્વે ગ્રાહકલક્ષી છે અને તે સમસ્યામુક્ત ગ્રાહક સેવા પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં તેના ડાયરેક્ટર બાલાજી સુબ્રમનિયને જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકોની વાત આવે ત્યારે તેઓ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, તેમના વિના અમારું અસ્તિત્વ નથી.
મિડલબાય સેલફ્રોસ્ટ ઇનોવેશન સેન્ટર ખાતે ગ્રાહકો લાઇવ ડેમોની સાથે-સાથે એક જ સસ્થળે વિવિધ પ્રોડક્ટ્સને ટચ અને ફીલ કરી શકે છે. #bharatmirror #bharatmirror21 #news #middlebycelfrost #nand #ahmedabad