નીતા લીંબાચીયા, અમદાવાદ,
તા: 08 જાન્યુઆરી 2022:
ઉત્થાન ફાઉન્ડેશન અને હેપ્પીબિઝના સંયુક્ત ઉપક્રમે તા. 6 જાન્યુઆરીના રોજ મેરાક 2022 ખાતે પર્સનાલિટી પેજન્ટ (મિસ/મિસિસ હેપ્પી પર્સનાલિટી), લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન અને બિઝનેસ નેટવર્કિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અર્ચના ગુપ્તા, રૂચિ શર્મા, પાર્થવી ઠક્કર અને જયશ્રી બ્રમ્હભટ્ટ દ્વારા આયોજિત મેરાક 2022નો ઉદ્દેશ્ય મહિલાઓને તેમની દૈનિક કામગીરીમાંથી બહાર તેમની અનુકૂળતા મૂજબના એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમની છુપી પ્રતિભાઓને પ્રદર્શિત કરવા તક પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત 12 ખુબસુરત મહિલાઓ સ્ટેજ ઉપર તેમના વ્યક્તિત્વને પ્રદર્શિત કરવાની સાથે-સાથે રેમ્પ વોક કરવાના તેમના સપનાને પણ સાકાર કરશે.
આ કાર્યક્રમમાં હેપ્પીબિઝની યુવા મહિલાઓથી લઇને મહિલા ઉદ્યોગસાહસિક સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે ગાયનેકોલોજીસ્ટથી લઇને સફળ ફુટવેર બ્રાન્ડ ચલાવતી મહિલા ઉદ્યોગ સાહસિકતો અને પ્રોફેશ્નલ્સ આ કાર્યક્રમમાં ભાગ લેશે તથા તેમાંથી કેટલાંક પ્રથમવાર સ્ટેજ ઉપર વોક પણ કરશે, જે તેમના માટે ખૂબજ રસપ્રદ બની રહેવાની આશા છે.
#bharatmirror #bharatmirror21 #merak2022 #news #ahmedabad