અશ્વિન લીંબાચીયા, મહેસાણા (અમદાવાદ)
તા: 14 જાન્યુઆરી 2022:
રાજ્યમાં એસિડ એટેકની પહેલી ઘટના મહેસાણામાં બની હતી. જેમાં કોલેજ જઈ રહેલી યુવતીની બન્ને આંખો અને ચહેરાને ભારે નુકસાન પહોચ્યું હતું.
એસિડ એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ મહેન્દ્રભાઇ પ્રજાપતિ ઉંમર 23, તેની હિંમત અને જુસ્સાથી ધીમે ધીમે આવી જિંદગી તરફ ડગ માંડી રહી છે.
આજથી પોણા 6 વર્ષ પૂર્વે એકતરફી આકર્ષણમાં તેનીજ જ્ઞાતિનો હાર્દિક પ્રજાપતિ કોલેજની બહાર એસિડ ફેંકી તેણીનો ચહેરો બગાડી નાખ્યો હતો. દીકરીની આવી હાલત જોઇને પરિવાર સાવ હતાશ થઈ ગયો હતો. પરંતુ કાજલની હિંમત હવે રંગ લાવી રહી છે. અત્યાર સુધી ચહેરા અને આંખની નાની-મોટી 27 જેટલી સર્જરી થઇ ચૂકી છે. 6 મહિના પહેલાં ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખુલવા લાગી છે. જેને લઇ તે હવે લખી-વાંચી શકે છે.
ભણવાની ઇચ્છાશક્તિને લઇ નાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ કરી અભ્યાસ શરૂ કર્યો છે. કાજલે જણાવ્યું કે, મારી ઈચ્છા ભણી-ગણીને પોલીસ ઓફિસર બનવાની હતી.
પોલીસ અધિકારી બનવાના સપનાં સાથે મહેસાણામાં 2016માં કોલેજ જઈ રહેલી યુવતી કાજલ પ્રજાપતિ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એસિડ એટેક કર્યો હતો. ચહેરા પર એસિડ પડતાં કાજલની બન્ને આખો અને ચહેરાને ભારે નુકસાન પહોચ્યું હતું. આ
મહેસાણામાં એસિડ એટેકની ઘટનાએ ત્યારે રાજ્ભરમાં ચકચાર મચાવી હતી. કારણકે આ ગુજરાત ની ઍસિડ એટેકની સૌ પ્રથમ ઘટના બની હતી.
આ ધટના બાદ આજે 6 વર્ષ જેટલા સમય દરમ્યાન અત્યાર સુધી ચહેરા અને આંખની નાની-મોટી 27 જેટલી સર્જરી થઇ ચૂકી છે. 6 મહિના પહેલાં ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખુલવા લાગી છે. જેને લઇ તે હવે લખી-વાંચી શકે છે.
ભણવાની ઇચ્છાશક્તિને લઇ નાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ કરી અભ્યાસ શરૂ કર્યો છે. કાજલે જણાવ્યું કે, મારી ઈચ્છા ભણી-ગણીને પોલીસ ઓફિસર બનવાની હતી. પરંતુ આ સ્થિતિમાં હવે પોલીસ તો નહીં બની શકું. પરંતુ મારા જેવી બીજી છોકરીઓનું રક્ષણ કરી શકું તેવા અધિકારી બનવાની છે. કાજલ મહેસાણાને અડીને આવેલા રામોસણા ગામમાં રહે છે. પિતા રિક્ષા ચલાવે છે અને માતા ઘરકામ બાદ મજૂરી કરી પરિવારને મદદરૂપ બને છે. દીકરીની સારવાર પાછળ અત્યાર સુધીમાં રૂ.15 થી 17 લાખનો ખર્ચ થઇ ચૂક્યો હોઇ પરિવાર આર્થિક રીતે ઘસાઈ ચૂક્યો છે. સરકાર તરફથી 3 લાખ જેવી સહાય મળી હતી.
ઘટના શું હતી?
રાજ્યમાં બનેલી એસિડ એટેકની આ પહેલી ઘટના હતી. 1 લી ફેબ્રુઆરી 2016ના દિવસે વડનગરના શેખપુરના હાર્દિક પ્રજાપતિ નામના એક યુવકે એકતરફી આકર્ષણમાં મહેસાણાની નાગલપુર કોલેજની બહાર આવી રહેલી કાજલના ચહેરા ઉપર તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં તેમ કહી એસિડ ફેંક્યો હતો. જેમાં તેણીનો આખો ચહેરો બળી ગયો હતો. બાદમાં એસિડ એટેક કરનાર યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.