અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 11 જાન્યુઆરી 2022:
સ્કોડા ઓટો ઇન્ડિયા દ્રારા સ્ટેલાર સ્કોડામાં કોડિયાર્ક સ્કોડા સિગ્નેચર ફુલસાઈઝ લકઝરી SUV લૉન્ચ કરવામાં આવી.સ્ટેલાર સ્કોડાના ડિરેક્ટર અભિષેક ત્રિપાઠી અને ફાઉન્ડર કમલેશ ત્રિપાઠીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોડિયાર્ક સ્કોડા કાર આજે લૉન્ચ સાથે તેની પ્રાઈઝ આવી એ પહેલાં 25 થી વધું ગાડીઓનું બુકીંગ થઈ ગયું છે. તે અમારા માટે અત્યંત ખુશીની વાત છે.
સ્કોડા કોડિયાર્ક લોન્ચ કરતા ડિરેક્ટર અભિષેક ત્રિપાઠીએ કોડિયાર્ક કારની વિશેષતાઓ ની વાત કરતા કહ્યું કે, આ કાર નવા એન્જીન સાથે અલગ બીજા એડિશનલ ફ્યુચર, અલગ કલરની એમ્બિયન્સ લાઈટ તેના સિવાય પણ આમાં બીજા ઘણા બધા એવા ફિચર્સ છે. જે આનાથી મોંઘી ગાડીઓ માં આવતા હોય છે. 9 જેટલી એરબેગ્સ, રિયર પાર્કિંગ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટર જેવા ફીચર્સ સાથે ઇન ડિમાન્ડ કાર BS-6 સાથે 7 સીટર કેપેસિટી હોલ્ડ કાર ફરીથી લૉન્ચ કરવામાં આવી રહી છે.
કોડિયાર્ક સ્કોડા સિગ્નેચર ફુલસાઈઝ લકઝરી SUVની એક્સ શો-રૂમ પ્રાઈઝ બેઝિક મૉડલ 34.99 લાખ અને ટોપ વેરિયન્ટ ની કિંમત 37.49 લાખ રાખવામાં આવી છે. અત્યારે જે પ્રકારની કોરોનાની મહામારી જે માહોલ છે. તેવામાં અમુક બજેટમાં આવી સુપર સ્પેશિયાલિટી કોડિયાર્ક કાર દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #kodiaq #skoda #ahmedabad