અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 11 જાન્યુઆરી 2022:
વિદેશોમાં પ્રચલીત દસાડાની હસ્તકલા…
વિરમગામની પાસે દસાડા ગામમાં હસ્તકલાનો ધંધો ખુબજ પ્રમાણમાં વિકાસ પામ્યો છે. ત્યાંની બહેનો દ્રારા હાથે બનાવેલ ચીજ-વસ્તુંઓ લોકો દૂર દુરથી લેવા આવતાં હોય છે. તેઓ ઓડર થી પણ આપણે જોઈતી આઇટમો બનાવી આપે છે.
તેઓ તહેવારને અનુરુપ કલાકૃતિઓ બનાવતા હોય છે. તેઓ ભરતગૂંથન, ચૂડા, મોતીવર્ક, બ્રેસલેટ, નેકલેસ, પેન્ડલ, લટકાનીયા, બ્રિડવર્ક, વુડનવર્ક જેવી વસ્તુઓ અવનવી ડિઝાઇનમાં બનાવતા હોય છે. તેઓ કાચું મટિરિયલ અમદાવાદ, ડીસા અને રાજસ્થાનથી લઈ આવીને પછી તેમની કલાકારીથી ઉત્તમ આકાર આપી પોતાની આજીવિકા ચલાવે છે. કંઈ સંસ્થાઓ પણ આર્ટ કસબીઓ ને પોતાના સાથે જોડીને તેમની કલાકારીગરીને દેશ-વિદેશોમાં પ્રખ્યાત કરી છે.