અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 10 જાન્યુઆરી 2022:
મુખ્યમંત્રીશ્રી શનિવારે સવારે ગાંધીનગર થી મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા

મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ્રી સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા. અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી પણ માણી તેમના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gujaratcm
#bhupendrbhaipatel #ahmedabad
