નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: 27 જાન્યુઆરી 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઘી અમદાવાદ ટોય એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આજે GCCI પરિસરમાં “BIS Law and its application on Toys” વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. હતું. કોવિડ મહામારી ને ધ્ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઘી અમદાવાદ ટોય એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આજે GCCI પરિસરમાં “BIS Law and its application on Toys” વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.યાનમાં રાખીને, સહભાગીઓ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા પણ જોડાયા હતા.
GCCIના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું જેમાં તેમણે સહભાગીઓને આવકાર્યા અને GCCI અને તેની પ્રવૃત્તિઓ વિશે સહભાગીઓને માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે ભારતના રમકડા ઉદ્યોગમાં વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે રમકડાંની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા લેવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે રમકડાં પર BIS પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે રમકડા ઉદ્યોગને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે રમકડાના રિટેલરોને તેમના હાલના સ્ટોકને ખાલી કરવા માટે થોડો સમય આપવો જોઈએ.
શ્રી સુમિત સેંગર, વૈજ્ઞાનિક ઇ અને હેડ, BIS, AHBO-II એ BIS ની પ્રવૃત્તિઓ અને ભૂમિકાની સંક્ષિપ્ત ઝાંખી આપી અને ઇન્ટરેક્ટિવ સત્રના હેતુ અને ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો.
શ્રી એસ કે સિંઘ, વૈજ્ઞાનિક ઇ એન્ડ હેડ, BIS, AHBO-I એ BIS Act 2016 અને રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડરની જોગવાઈઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી શિવ પ્રકાશ, વૈજ્ઞાનિક ડી, BIS, AHBO-I એ લાયસન્સ આપવાની પ્રક્રિયા અને રમકડાં સંબંધિત ઉત્પાદન માટેની વિશિષ્ટ માર્ગદર્શિકા ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી અભિષેક, વૈજ્ઞાનિક B, BIS, AHBO-II એ સહભાગીઓને વધુ સ્પષ્ટતા આપવા BIS પોર્ટલ પર ઓનલાઈન અરજી સબમિટ કરવાની પ્રક્રિયા નું જીવંત પ્રદર્શન બતાવ્યું.