ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીનું આ આમંત્રણ કાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે.आंवला का पौधा उगाने के लिए इस कार्ड को बोएं । Sow this card to grow an Amla Plant.
એટલે શું..? આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગે એમ..??? હા, સાવ સાચું…! કલ્પના કરવી પણ કઠિન છે એવી કમાલ ભારતે કરી દેખાડી છે, એટલું જ નહીં સામૂહિક સ્તરે સાકાર પણ કરી છે.
ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપરમાંથી, એટલે કે બિયારણ જેમાં અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણીય બીજું શું હોઈ શકે !
પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, આ આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે…જે મોટુ થશે.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad #seedpaper
નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: 29 જાન્યુઆરી ૨૦૨૨: