નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: 26 જાન્યુઆરી 2022:
છેલ્લા બે-ત્રણ દિવસથી ગિરનારના ભૈરવ ટેકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, જેમાં એક વ્યક્તિ ભૈરવ પર્વત ઉપર આસાનીથી આડા-અવળા રસ્તે ચડીને ઊતરી પણ જાય છે. આ વીડિયોએ કુતુહલ જગાવતા અમે આવિડીયોની જાણકારી પ્રાપ્ત કરી અને વીડિયો તમે જોઈ રહ્યા છો એટલોજ સાચો છે. અને વિડીયોમાં દેખાતો માનવી જૂનાગઢ માં સેવાદાસ આશ્રમમાં સેવાદાર પ્રેમ કાછડિયા છે. અને તેઓ છેલ્લા 20 વર્ષથી આ પર્વત ઉપર ભૈરવદાદાની સેવા કરવા જાય છે. અને આ પર્વત સેવાદાસ આશ્રમની બાજુમાં આવેલો છે. અને આ પર્વતમાં જવા માટે પણ સેવાદાસ આશ્રમની પરમિશન લેવી પડતી હૉય છે. પ્રેમભાઈ આ મુશ્કેલ પર્વત ઉપર આસાનીથી આશરે 4 થી 5 મિનિટમાં જઈને ભૈરવદાદાની સેવા પૂજા કરીને નીચે ઊતરી જાય છે. અને તેઓ મહિનામાં ત્રણથી ચાર વખત ભૈરવટેકરી પર જાય છે. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈ સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં 20 વર્ષથી આ રીતે સીધું ચઢાણ ચડી આસાનીથી ચડીને ભૈરવદાદાના ધૂપ – દીવા કરે છે.
ભૈરવ ટેકરી પર ચડવા અંગે વાત કરતા પ્રેમભાઈ કહ્યું કે, પર્વત પર ચડતી વખતે બધું ભુલાઈ જાય છે. હું ક્યાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોતા હોય છે.
ભૈરવ ટેકરી સાધુઓ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. અજાણ્યા માણસો માટે પરમિશન નથી આપતા. ભૈરવ ટેકરી સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્યા છે, જે ગિરનારમાં આવેલી છે. ભૈરવ ટેકરી પર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે, જ્યાં શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહાવદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.