નીતા લીંબાચીયા, અમદાવાદ, તા. 22 જાન્યુઆરી 2022:
છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં રાહદારીઓને તેમજ વાહન-ચાલકોને 10,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. જેની બજાર કિમ્મત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી. તેમજ શ્રી રમણભાઈ પટેલ કોર્પોરેટર નારણપુરા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે.
વધુ માહિતી માટે સંપર્ક
કિન્નરી ભટ્ટ (આશીર્વાદ ફાઉન્ડેશન) – 87808 27894