અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા.02 જાન્યુઆરી 2022:
અમદાવાદનું પ્રાણીસંગ્રાલય દેશ દુનિયામાં લાર્જ કેટેગરીમાં આવે છે. છતાં પણ અમદાવાદના પ્રાણીસંગ્રાલયમાં આજ સુધી કોરોના કે પછી નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો નથી. પરંતું ગણા પ્રાણીસંગ્રાલયમાં તથા યુરોપીયન દેશોના ઝું માં ટાઇગર, લાયન કે અન્ય જીવમાં કોરોના જોવા મળ્યો હતો. પરંતુ અમદાવાદના પ્રાણીસંગ્રાલયમાં તકેદારીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે.
તેથી અમદાવાદના ઝું માં કોરોના કે ઓમિક્રોન આવ્યો નથી. તેના પાછળનું કારણ છે, કે અહીં નિયમિત એનિમલ કીપરો ના આરોગ્યનું નિદાન કરવામાં આવે છે. તથા ડબ્બલ વેકસીનનેશન થયું હોય તેનેજ ઝું માં કામપર રાખવામાં આવ્યા છે.
કોઈ પણ એનિમલ કીપર ને શરદી, ખાંસી કે તાવ ના લક્ષણો દેખાય તો તેને તરતજ નિયત સમયની રજા આપવામાં આવે છે.
અમદાવાદ પ્રાણીસંગ્રાલયના ડાયરેક્ટર ડૉ.આર.કે.શાહુનું કહેવું છે, ઝું માં પ્રાણીઓ ને આપતો ખોરાક નું નિયત ચકાસણી કરીને આપવામાં આવે છે. તથા નિયત સમયે પ્રાણીસંગ્રાલયમાં એન્ટીવાયર્સ મેડીસીનનો સમયાંતરે સંતકાવ કરવામાં આવે છે. અને દરેક પ્રાણી ઉપર ઑબ્જેરેશન રાખવામાં આવે છે. અહીં આવતા મુલાકાતીઓને પૂરેપૂરી ચકાસણી કરીને અને ડબ્બલ વેકસીનનેશનનું સર્ટી. તપાસીને માસ્ક અને સેનિટાઈઝર સાથે પ્રવેશ આપવામાં આવે છે. ત્યાર બાદ પ્રાણીસંગ્રાલયમાં 1.5 અથવા 2 મીટર દૂરથી પ્રાણીઓ ને જોવાનું ડિસ્ટન્સ રાખવામાં આવતું હોય છે. પરંતુ અહીં અમે 2 મીટરથી વધુના અંતરે પ્રાણીઓ ના દર્શન કરાવીએ છીએ.