અશ્વિન લીંબાચિયા
તા.28 ડિસેમ્બર 2021: અમદાવાદ.જ્યારે સોનિયા ગાંધી 137 મા સ્થાપના દિવસની ઉજવણી કરવા પાર્ટી ઓફીસ પહોંચ્યાં અને પાર્ટી ઝંડાની દોરી ખેંચતાં હતાં ત્યારે ત્યાં હાજર કાર્યકર્તાએ ઝંડો લહેરાવવામાં સોનિયા ગાંધીની મદદ કરતા, પરંતુ ઝંડો લહેરાવાની જગ્યાએ તેમના ઉપર જ આવીને પડ્યો હતો.
આ ઘટનાથી ત્યાં હાજર દરેક કોંગ્રેસીઓ ચોંકી ગયા હતા. ત્યાર પછી એક મહિલા કાર્યકર્તા ત્યાં આવ્યા હતા અને તેમણે પાર્ટી ઝંડો લહેરાવવામાં મદદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઝંડો લહેરાવીના શકયા અંતે સોનિયા ગાંધીએ તેમના હાથેથી જ કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો.