અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 05-12-2021
રાકેશ બારોટનું લેટેસ્ટ સિંગલ કે જેને થોડા દિવસો પહેલાં જ સારેગામા ગુજરાતી દ્વારા રીલિઝ કરવામાં આવ્યું અને તે શ્રોતાઓ વચ્ચે ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની ગયું છે.
જિંદગી નચાવે આપણાજ DJ વગાડે ટાઇટલ ધરાવતું આ ગીત રીલિઝ થયાના પ્રથમ 24 કલાકની અંદર જ 1.5 મિલિયન ટ્યૂઝ સુધી પહોંચી ગયું છે. અને તેની રજૂઆત બાદના જ દિવસથી યુટ્યુબ પર નંબર વન પર ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ઉપરાંત આ ઇન્સ્ટાગ્રામ પર પણ ટ્રેડ કરી રહ્યું છે, જેમાં કટેટ ક્રિએટર્સ ગીતનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રીલ્સ બનાવી રહ્યા છે. જાણીતા ગીતકાર હિતેશ સોભાસણ દ્વારા લખાયેલ આ ગીતમાં અધૂરાં પ્રેમની હૃદયદ્વાવક વાર્તા દર્શાવામાં આવી છે. કલાકાર મમતા સોની, વિશાલ જોશી અને સ્વયં રાકેશ બારોટને દર્શાવતા આ વીડિયોમાં રાકેશને તરછોડયેલો પ્રેમી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેણે પોતાના જીવનના પ્રેમને કોઇ અન્ય સાથે લગ્ન કરતા જોવાનો છે. પ્રેમ, જવાબદારી, વિશ્વાસ અને વિશ્વાસઘાતની આકર્ષક વાર્તા દર્શાવતા આ દિલ તોડી દેતા ચીનનું સંગીત પ્રખ્યાત સંગીતકાર મયુર નાડિયા દ્વારા આપવામાં આવ્યું છે. વીડિયોમાં રાકેશને ગીતની મુખ્ય લાઇન પર એક સિગ્નેચર હુક સ્ટેપ કરતા પણ દર્શાવવામાં આવ્યા છે, જેની ચાહકો દ્વારા પણ ખૂબ જ સારી રીતે નોંધ લેવામાં આવી છે. રાકેશ બારોટ ખુશ છે કે ગીતને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે.
તેમણે કહ્યું, “હું રોમાંચિત છું કે મારું નવું ગીત નચાવે આપડાજ ડીજે વગાડને મારા શ્રોતાઓએ આટલા પ્રેમથી સ્વીકાર્યું છે. 1 દિવસમાં 1.5 મિલિયન ટ્યૂઝને પાર કરવું અને આગામી થોડાં જ દિવસમાં લગભગ 2.5 મિલિયન વ્યૂઝ સુધી પહોંચવું, ઉપરાંત યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ કરવું તે દર્શાવે છે, કે ગીત મારા પ્રેક્ષકો સાથે યોગ્ય તાલમેલ પર પહોંચી ગયું છે. હું આશીર્વાદિત છું કે આ મારા માટે એક શાનદાર વર્ષ રહ્યું છે, અને આ ગીતની સફળતા મારા માટે વર્ષના અંતની એક સંપૂર્ણ ભેટ છે. ફક્ત સારેગામા ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ વર્ષના આ ગુજરાતી ગીતને સાંભળો.
https://bit.ly/JindagiNachave
#bharatmirror #bharatmirror21 #news #dj