નારાયણા બિઝનેસ સ્કુલ, સનાથલ અમદાવાદ – એમ.બી.એ. તથા પી.જી.ડી.એમ (મેનેજમેન્ટ)ની ટોચની 50માં આવતી એ.આઈ.સી.ટી.ઈ તથા મિનિસ્ટ્રી ઓફ એચ.આર.ડી માન્ય સંસ્થા છે.
અશ્વિન લીંબાચિયા
તા.20-12-2021, અમદાવાદ.
નારાયણા બિઝનેસ સ્કુલના ફાઉન્ડર ડાયરેક્ટર ડૉ.અમીત ગુપ્તા તથા કો-ફાઉન્ડર અને ડીન ડૉ. પુર્વી ગુપ્તા છે, જેઓ21 વર્ષોથી ઉચ્ચ શિક્ષણના અભ્યાસ તથા તાલીમમાં અગ્રેસર છે.
નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે તારીખ18 ડિસેમ્બરના રોજ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2021માં અનુસ્નાતક થનારા એમ.બી.એ.તથા પી.જી.ડી.એમ (મેનેજમેન્ટ)ના કુલ 124 વિદ્યાર્થીઓને પદવીએનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય મંત્રી શ્રીકિર્તિસિંહ વાઘેલા- રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તથા સન્માનનીય મેહમાન તરીકે શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા- પ્રમુખ, થરા નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારંભમાં મહાનુભાવોએપદવીએનાયત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
નારાયણા બિઝનેસ સ્કુલ અમદાવાદના ફાઉન્ડર ડાયરેક્ટર ડૉ.અમીત ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું, “આજે વર્ષ 2021ના અનુસ્નાતક થનાર એમ.બી.એ. તથા પી.જી.ડી.એમ (મેનેજમેન્ટ)ના કુલ 124 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ખુબ હરખ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની આ ખુશી અમને આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે નવીન પધ્ધતિથી વધારે અગ્રેસર રીતે કામ કરવાનો જુસ્સો અપાવે છે.”
આ ઉપરાંત ડૉ. ગુપ્તાએ નારાયણા બિઝનેસ સ્કુલ હર હંમેશ શિક્ષણ ક્ષેત્ર પ્રગતિશીલ તથા કાર્યરત રહી વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે તેવી કટિબદ્ધતા દર્શાવી હતી.
આ પદવીદાન સમારંભમાં રાજ્ય કક્ષાના અગ્રણીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણ ક્ષેત્રના અનેક સમ્માનનીય મેહમાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
#bharatmirror #bharatmirror21 #news #Narayana Business School