અશ્વિન લીંબાચિયા
તા.31 ડિસેમ્બર 20 21, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટ-અપ કમિટી અને એજ્યુકેશન ટાસ્કફોર્સે સંયુક્ત રૂપે મીટ ધ મેન્ટર્સ ફોર એજ્યુ. સ્ટાર્ટ-અપ્સનું આયોજન કર્યું હતું.
શ્રી સંજીવ છાજર, જીસીસીઆઈના ઉપપ્રમુખે, તેમના સ્વાગત પ્રવચન દરમિયાન એક સારા માર્ગદર્શકના મહત્વ અને ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે મેન્ટરિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ સ્ટાર્ટ-અપ્સને GCCIના ઉદ્યોગ જગતના નિષ્ણાત માર્ગદર્શકો સાથે જોડવાનો છે, જે તેમને તેમની કંપનીઓને આગળ વધારવામાં મદદ કરી શકે અને સ્ટાર્ટ-અપને તમને ઉદ્યોગોને લગતા નિર્ણય લેવામાં માર્ગદર્શન આપી શકે.
શ્રી અમિત પરીખ, ચેરમેન, સ્ટાર્ટ-અપ કમિટીએ તેમના થીમ એડ્રેસમાં જીસીસીઆઈનો ટૂંકમાં પરિચય કરાવ્યો હતો અને ચેમ્બર સ્ટાર્ટ-અપ્સ સહિતના ઉદ્યોગોના ઉત્થાન પ્રત્યેની પ્રતિબદ્ધ છે, તેવું જણાવ્યું હતું.
@ડૉ. એમ પી ચંદ્રન – ચેરમેન – બોર્ડ ઓફ મેનેજમેન્ટ, જેજી યુનિવર્સિટી
@ડૉ. રૂપેશ વસાણી – નિયામક, SAL એજ્યુકેશન કેમ્પસ,
@ડૉ. નિલેશ મોદી – પ્રોફેસર અને નિયામક, સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી,
@શ્રી મનન ચોક્સી – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઉદગમ સ્કૂલ,
@કુ.રુચિ ચૌધરી – મેનેજિંગ ટ્રસ્ટી, ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ આ શિક્ષણ ક્ષેત્રના મેન્ટર્સ છે.
તેમાં આ 11 સ્ટાર્ટ-અપ્સે હાજરી આપી અને તેમની નવીનતા/સેવાઓ પર વિગતવાર પ્રેઝેન્ટેશન રજુ કર્યું હતું.
-LearnVern Pvt. Ltd
DASS Scientific research Labs Pvt Ltd
-SciKnow Tech
UPEYA
Edutor App
PENTET Learning
Cerbotech Education Pvt Ltd
-Kimailit.com
Rozgar.com
Brahmveda Institutes Pvt. Ltd
JotoBoto
ડૉ. એમ.પી. ચંદ્રન, ચેરમેન, એજ્યુકેશન ટાસ્કફોર્સ, તેમના સમાપન વક્તવ્યમાં તમામ સ્ટાર્ટ-અપ્સની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને જાતે શીખવા માટે પ્રોત્સાહિત કરી શકે તેવા કાર્યક્રમો બનાવવા જણાવ્યું હતું.