અશ્વિન લીંબાચિયા
તા.27 ડિસેમ્બર 2021: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે જામ શ્રી અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમજ સ્મારકના જીર્ણોદ્ધાર માટે હકારાત્મક અભિગમ દાખવી નવી પેઢીને આ શૌર્ય ભૂમિમાંથી પ્રેરણા મળતી રહે તે માટે તત્પરતા દર્શાવી હતી.
શૌર્યકથામાં સહભાગી થતાં પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ આયોજકો જોડાયાં હતા. #bharatmirror #bharatmirror21 #news #jamnagar