અશ્વિન લીંબાચિયા
તા.18-12-2021, અમદાવાદ.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આઇપીઆર ટાસ્ક ફોર્સ અને બિઝનેસ વુમન કમિટી દ્વારા આજ રોજ પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને કોપીરાઇટ ઉપર માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીસીસીઆઈની આઈપીઆર ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી જતીન ત્રિવેદીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સેમિનારનો ઉદ્દેશ્ય મુખ્યત્વે મહિલા ઉદ્યોગ સાહસિકોને ટ્રેડ માર્ક્સ, ડિઝાઈન, પેટન્ટ અને કોપીરાઈટને સરળતાથી સમજાવવાનો અને કેવી રીતે મહિલા સાહસિકો આઈપી અંગે માહિતી મેળવીને પોતાના ઉદ્યોગને આગળ વધારી શકે એની સમજ આપવાનો હતો.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના IPR વિભાગના હેડ ડૉ. નિધિ બુચે, પેટન્ટ , લેજિસ્લેટિવ ફ્રેમવર્ક, પેટન્ટેબલ શોધની આવશ્યક આવશ્યકતાઓ અને ઔદ્યોગિક ડિઝાઇન પર સમજ આપી હતી.
મિસ . વિધિ ત્રિવેદી, એડવોકેટ, નાણાવટી અને નાણાવટી એડવોકેટસ તેમના સંબોધનમાં ટ્રેડ માર્ક અને કોપીરાઈટ પર ચર્ચા કરી અને ટ્રેડમાર્કના પ્રકારો,ટ્રેડમાર્કના ફાયદાઓ ઉદાહરણ સાથે સમજાવ્યા હતા.