અશ્વિન લીંબાચિયા
ગુરુવાર, 23 મી ડિસેમ્બર , 2021, અમદાવાદ.
GCCI બિઝનેસ વુમન કમિટીએ GCCI પરિસરમાં “ભારતની ગાય આધારિત ગ્રીન ઇકોનોમી” પર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો.વલ્લભભાઈ કથીરિયા, ભૂતપૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકાર અને ડૉ.ફાલ્ગુની એસ. ઠાકર, નિયામક, પશુપાલન, ગુજરાત દ્વારા હાજરી આપી હતી.
ભારત અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતી – ઉદ્યોગ પશુપાલક ઉદ્યોગનો વિકાસ થાય તેવી આશા રાખીએ છીએ, અને તેમાં ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરી આગળ વધી શકાય. શ્રીમતી કુસુમ કૌલ વ્યાસ, ચેરપર્સન, બિઝનેસ વુમન કમિટિ, તમામ સહભાગીઓને કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ, તેમના વક્તવ્યમાં કહ્યું કે હેલ્થ ઈકોનોમી અને રોજીરોટીમાં ગાય સબંધિત વ્યવસાય ખુબ જ ઉપયોગી રહેશે.
ગાય પાલનમાં ખુબ જ વિશાલ તકો રહેલી છે . મેડીસીન ક્ષેત્રમાં પણ ગાય ઉપયોગી છે . સૌથી મોટી તક COW Breeding માં છે. તેમ પણ જણાવ્યું હતું. ડો.ફાલ્ગુની એસ. ઠાકરે, તેમના વક્તવ્યમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. અને સરકાર આવી આવક બમણી થાય તે માટે તત્પર છે.