અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 09-12-2021
ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે યોજાયેલી વિવિધ બેઠકોમાં ઔદ્યોગિક હેતુ માટે FSI વધારવાનું સૂચન GCCI દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આ સકારાત્મક નિર્ણયને GCCI બિરદાવે છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, GIDC ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. થેનારસન દ્વારા આ બાબતે આપવામાં આવેલ સહકાર અને સમર્થન બાદલ તેમનો આભાર માને છે.
આ સકારાત્મક નિર્ણયના ફળસ્વરૂપે ઉદ્યોગોને ઉત્પાદન માટે 20% જેટલી વધારાની જગ્યા ઉપલબ્ધ થઇ રહેશે જેથી ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
#bharatmirror #bharatmirror21 #news #gcci