અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 01-12-21
30 મી નવેમ્બર, 2021 ના રોજ GCCI ના અમૃત મહોત્સવ ટાસ્કફોર્સ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રતિષ્ઠિત પેનલિસ્ટ શ્રી અભય મંગળદાસ, શ્રી જય વસાવડા અને શ્રી કાર્તિકેય સારાભાઈ સાથે મહત્વાકાંક્ષી વાર્ષિક કાર્યક્રમ શ્રેણીની શરૂઆત કરી.
કાર્યક્રમની શરૂઆતમાં, સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઈશ્વરભાઈ દવે, વય 99 વર્ષનું પેનલિસ્ટ અને GCCI ના પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી ઈશ્વરભાઈ દવે 18 વર્ષની ઉંમરે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા હતા અને તેમાં ભાગ લીધો હતો. તેઓ બ્રિટિશ શાસન દ્વારા સંચાલિત અદાલતની માફી ન માંગવા બદલ છે.
મહિનાથી વધુનો સાબરમતી જેલમાં કારાવાસ ભોગવ્યો હતો. શ્રી હેમંત શાહે તેમના પ્રારંભિક સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે આ ઉજવણીમાં આપણા રાષ્ટ્ર અને સરકાર સાથે જોડાવવું એ GCCI ની નૈતિક અને મૂળભૂત ફરજ છે, આમ GCCI એ આપણા રાષ્ટ્રના ગૌરવની ઉજવણી કરવા માટે અમૃત મહોત્સવ ટાસ્કફોર્સ નામના સમર્પિત ટાસ્કફોર્સની રચના કરી છે.
અને આ વર્ષ દરમિયાન અમે અમૃત મહોત્સવ ઉજવણી હેઠળ હેરિટેજ, કલ્ચર અને એન્વાયર્નમેન્ટને પ્રોત્સાહિત કરવા સમગ્ર ગુજરાતમાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યાં છે.