ફેશન ટીવી તમારી લાઈફ સ્ટાઈલ અને ફેશન સાથે જોડાયેલી તમામ જરૂરિયતોને પુરી કરે છે.

અશ્વિન લીંબાચિયા
તા.20-12-2021, અમદાવાદ
ફેશન ટીવી આ ડિસેમ્બરમાં અમદાવાદમાં તેની ત્રણ નવી બિઝનેસ ફ્રેન્ચાઈઝીસની શરૂઆત કરતા તમારા આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યુ છે. દુનિયાની સૌથી મોટી ફેશલ અને લાઈફ સ્ટાઈલ મીડિયા બ્રાન્ડ ફેશન ટીવી ગુલ થવાની ,રવિ દેવરા અને મુકેશ ચાવલા સાથે જોડાઈને આજે અમદાવાદમાં થલતેજ ખાતે ત્રણ નવી ફ્રેન્ચાઈઝીસ શરૂ કરી છે.

ફેશન ટીવીના મેનેજિંગ ડિરેકટર અને વેન્ચર કેપિટાલિસ્ટ કાશિફ ખાન ફેશન ટીવીના વ્યાપનો વિસ્તાર કરતા અમદાવાદમાં આજે નવી ફ્રેન્ચાઈઝીસને શરૂ કરવા સાથે ઘણા ઉત્સાહી છે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે દેશના શ્રેષ્ઠ શહેરોમાંના એક શહેર તરીકે ઉભરતા અમદાવાદમાં ફેશન ટીવીની ત્રણ નવી ફ્રેન્ચાઈઝીસ શરૂ કરવા અમેં જઇ રહ્યા છીએ. આ ત્રણ નવી ફ્રેન્ચાઈઝી થલતેજના બીએલડી ક્લેવોલ્સ ખાતે શરૂ થઈ છે. જે અમદાવાદીઓને તેમની દોડભાગ ભરી શહેરી જિંદગીમાં એક નવો વિરામ આપશે અને તેમના રોજબરોજના જીવનમાં એક નવી જીવંતતા આવશે.

છેલ્લા 25 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં આઈકોન બનેલા ફેશન ટીવીને હવે ફેશન ટીવીના એમડી કાશિફ ખાન ફેશન ટીવીના વ્યાપને વધુ આગળ વધારતા ઉભરતા ઉદ્યોગ સાહસિકો સાથે જોડાણ કર્યુ છે. અને જે અંતર્ગત મલ્ટીપલ ફ્રેન્ચાઈઝી બિઝનેસ શરૂ કરવામા આવ્યા છે. જેમાં બ્યુટી અને કોસ્મેટિક્સ, એજ્યકેશન તેમજ રીક્રિએશન સેકટર સહિતના વિવિધ ફિલ્ડનો સમાવેશ થાય છે.
અમદાવાદના લોકો માટે ફેશન ટીવીની આ ત્રણ નવી ફ્રેન્ચાઈઝીસ દ્વારા એફટીવી સ્કૂલ પર્ફોર્મિંગ આર્ટસ ,એફ કાફે અને એફ સલૂનની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે.
#bharatmirror #bharatmirror21 #news
#fashionsho #fashiontv
