વિજેતાઓને ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ અનુભવવાનો મોકો મળશે
ફાઈનલ્સમાં 6 રસાકસીભરી મેચ પછી એનિગ્મા ગેમિંગ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ) સ્પર્ધાની ચેમ્પિયન બની
ભારત, તા.17
દુનિયામાં સૌથી વિશાળ મોબાઈલ ઈસ્પોર્ટસ સ્પર્ધા રેડ બુલ એમ.ઈ.ઓ. (મોબાઈલ ઈસ્પોર્ટસ ઓપન)ની 4થી આવૃત્તિની ભારતમાં રાષ્ટ્રીય ફાઈનલ્સ 3-5 ડિસેમ્બરે યોજાઈ હતી. દિવસ 3ના ફાઈનલ્સમાં 6 રસાકસીભરી મેચ પછી એનિગ્મા ગેમિંગ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ) સ્પર્ધાની ચેમ્પિયન બની હતી. સ્કાયલાઈટ્ઝ ગેમિંગ રનર્સ- અપ બની હતી, જે 1 પોઈન્ટના રસાકસીભર્યા માર્જિનથી ચેમ્પિયનશિપ હારી હતી. ગોડલાઈટના જોનાથન ગેમિંગને બીજીએઆઈ સ્પર્ધાના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. પરેડ1ડલ અને હેકરશ્રે9 અનુક્રમે ટીમફાઈ ટેક્ટિક્સ (ટીએફટી) અને વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુસીસી) જીત્યા હતા. નેશનલ ફાઈનલ્સ મોર્ટલ, ઓશનશર્મા, પાયલ ગેમિંગ, જોનાથન ગેમિંગ, નોડવિન ગેમિંગ, વિલેજર ઈસ્પોક્ટસ અને ધ ઈસ્પોર્ટસ ક્લબની યુટ્યુબ ચેનલો પર લાઈવ સ્ટ્રીમ કરાઈ હતી. રેડ બુલ એમ.ઈ.ઓ. નેશનલ ફાઈનલ્સ માટે સ્ટ્રીમમાં 1 દિવસમાં એકત્રિત રીતે 6.7 મિલિયન વ્યુઝ મળ્યા હતા, જે ભારતમાં સૌથી વધુ જોવાની ગેમિંગ ઈવેન્ટ્સમાંથી એક બની હતી. ઉપરાંત ત્રણ દિવસની ઈવેન્ટમાં
સ્કાયલાઈટ્ઝ ગેમિંગ, ગોડલાઈક, ટીએસએમ અને 8બિટ જેવી ભારતમાં અમુક ઉત્તમ ઈ-સ્પોર્ટસ ટીમનો સમાવેશ થતો હતો. આમંત્રિત ડબ્લ્યુસીસી3 સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં દેશની સૌથી મોટી 4 ગેમિંગ ક્રિયેટર્સ મોર્ટલ, પાયલ, ગરીબૂ અને રેડ બુલ એથ્લીટ અંકિત વી3નોમ પંથનો સમાવેશ થતો હતો.
સેલ્સિયસ ઈસ્પોર્ટસ ટીમ (યુશર સેલ્સિયસ ડ્રીમએસ જૈન, દીપાંશુ સેલ્સિયસ ડબ્લ્યુઆઈએક્સએક્સકેવાય યાદવ, કાર્તિક સેલ્સિયસ કાર્તિક, યાદવ અને નિશાંત સેલ્સિયસ એપોલો સિંગ લાસપાલ) રેડ બુલ એમ.ઈ.ઓ. સીઝન 4 ઈન્ડિયા ફાઈનલ્સ ખાતે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં સ્પર્ધા કરતી 24 ટીમમાં અને ઉત્તમ ટીમો સામે સ્પર્ધા કરતાં ઓનલાઈન ક્વોલિફાયર્સમાંથી અનન્ય કામગીરી સાથે ઊભરી આવી હતી.
ભારતમાં રેડ બુલ એમ.ઈ.ઓ. સીઝન 4માં 3 ગેમિંગ ટાઈટલ્સ માટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ), ટીમફાઈટ ટેક્ટિક્સ (ટીએફટી) અને વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુસીસી)નો સમાવેશ થાય છે. ક્વોલિફાયર્સ આ 3 ટાઈટલ્સમાં ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર સુધી યોજાઈ હતી, જેમાં લગભગ 253,000 ગેમર્સે ભાગ લીધો હતો. આ ક્વોલિફાયર્સના
વિજેતાઓ નેશનલ ફાઈનલ્સમાં પહોંચ્યા છે.
દિવસ 3ના રોજ નામાંકિત કન્ટેન્ટ ક્રિયેટર ટેકનો ગેમર્ઝ ઉર્ફે ઉજ્જવલ ચૌરસિયાનું રેડ બુલ પ્લેયર તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાર ક્રિકેટર અને રેડ બુલ એથ્લીટ કે એલ રાહુલે સ્ટ્રીમ પર મેસેજ સાથે તેને રેડ બુલ પરિવારમાં આવકાર્યો હતો. રેડ બુલ ખેલાડી અંકિત પંથે રેડ બુલ પરિવારમાં વિધિસર રીતે આકારતાં રેડ બુલ કેપ સાથે ઉજ્જવલને આશ્ચર્ય આપ્યું હતું.
રેડ બુલ ખેલાડી તરીકે જાહેર કરાતાં ઉજ્જવલ ચૌરસિયા ઉર્ફે ટેકનો ગેમર્ઝ કહે છે, રેડ બુલ એમ.ઈ.ઓ.ની નેશનલ ફાઈનલ્સમાં મને રેડ બુલનું આમંત્રણ મળ્યું તે માટે સૌપ્રથમ હું બેહદ ખુશ છું. રેડ બુલ પરિવારનો હિસ્સો બનવાની લાગણી, ખાસ કરીને મને તેમના સંબંધિત ક્ષેત્રના સ્ટાર કે એલ રાહુલ અને અંકિત પંથ જેવા બે સુપરસ્ટાર દ્વારા આવકારવામાં આવ્યો હતો તે અત્યંત વિશેષ છે. હું બ્રાન્ડે તેના પરિવારમાં મને આવકાર્યો અને મારી કન્ટેન્ટમાં વિશ્વાસ બતાવ્યો તે માટે તેનો આભારી છું.
રેડ બુલ એમ.ઈ.ઓ. સીઝન 4ની નેશનલ ફાઈનલ્સ ખાતે એમવીપી એવોર્ડ જીતવા પર જોનાથન ગેમિંગ કહે છે, હું સ્પર્ધા જીતી નહીં શક્યો તે માટે નિરાશ છું, પરંતુ અંગત સ્તરે આ બહુ સારું લાગી રહ્યું છે. હું ટીમ વતી ચાહકોની માફી માગવા માગું છું. અમે આગામી આવૃત્તિમાં મજબૂત વાપસી કરીશું.
બોક્ષ – નેશનલ ફાઈનલ્સનાં પરિણામ
બીજીએમઆઈઃ એનિગ્મા ગેમિંગે રેડ બુલ એમ.ઈ.ઓ. નેશનલ ફાઈનલ્સની બીજીએમઆઈ સ્પર્ધા જીતી.
ડબ્લ્યુસીસી- હેકરશ્રેય9એ રેડ બુલ એમ.ઈ.ઓ. નેશનલ ફાઈનલ્સની ડબ્લ્યુસીસી સ્પર્ધા જીતી.
ટીએફટી- પરેડ1ડલે રેડ બુલ એમ.ઈ.ઓ. નેશનલ ફાઈનલ્સની ટીએફટી સ્પર્ધા જીતી.
#bharatmirror #bharatmirror21 #news