અશ્વિન લીંબાચિયા
તા.21-12-2021, અમદાવાદ.
ઘર હોય, ઓફિસ હોય, રમત હોય કે કોઈ ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.

પરિવાર કે અન્ય માટે પોતાનો કિંમતી સમય ફાળવતી મહિલાઓ થોડો સમય પોતાને મનગમતી રમત માટે ફાળવે તેવા ઉદ્દેશથી (નોન પ્રોફેશનલ) ફિમેલ માટે નિમિષા શાહ અને અનંગ મિસ્ત્રી દ્વારા આ ટૂર્નામેન્ટ આયોજીત કરાઈ છે.

TCL ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ આ વખતે રોટેટીંગ ટ્રોફી રહેશે જે પહેલી વાર આ ટુર્નામેન્ટની ૧૨મી સિઝનમાં સામેલ કરવામા આવી છે. જ્યા આ ટુર્નામેન્ટમાં અમદાવાદની અને આજુબાજુના વિસ્તારની 200 થી વધુ ગૃહિણીઓ, નોકરી કે પોતાનો ઉદ્યોગ ચલાવતી મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓ મળીને કુલ 16 ટીમમાં ભાગ લીધો હતો. જેઓ લીગ રાઉન્ડ થકી સેમી ફાઈનલ અને ફાઇનલ રમી પોતાનામાં રહેલી પ્રતિભા ને ઉજાગર કરી હતી.

આ ઇવેન્ટના મેન સપોર્ટર – ‘હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’, ‘કલબ બેબીલોન’ અને ‘ખીમજી રામદાસ’ છે જેઓએ અમારો ઉત્સાહ વધાર્યો છે.

નિમિષા શાહ છેલ્લા 12 વર્ષ થી આ ટુર્નામેન્ટનુ આયોજન અમદાવાદ ખાતે કરી રહયા છે આને આ અંગે વધુ માહિતી આપતા અનંગ મિસ્ત્રીએ કહ્યું કે હવે આગમી વર્ષોમાં આ ટુર્નામેન્ટને ગુજરાતના વિવિધ શહેર માં આયોજીત કરવા અમે કટીબધ છે અને નિમિષા શાહએ કહ્યું કે, આગામી 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે મહિલાઓ માટેની આઈપીએલ (IPL) યોજાય અને તેમાં ટીમો રમતી થાય તેવા પ્રકારનો અમારો ઉદ્દેશ્ય છે. જે હેતુથી અમે મહિલાઓ માટે આ પ્રકારની મહત્વની ટૂર્નામેન્ટનુ આયોજન કર્યું છે, કેમ કે, મહિલાઓ પણ આ ક્ષેત્રે આગળ વધીને આપણું અને આપણા દેશનુ ગૌરવ વધારી શકે છે.

TCL મેચમા ઓપેનિંગ અને કલોઝિંગ સેરીમનીમાં પ્રોત્સાહન વધારવા માટે અતિથિ વિશેષ તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન ડો. નિતીન સુમંત શાહ, ક્લબ બેબીલોન ના ઓનર શ્રી અશોક ઠક્કર, ઓલ ઈન્ડિયા વુમેન્સ ક્રિકેટ એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ શ્રીમતી ધારીની શુક્લા હાજર રહ્યા હતા.
સતત ત્રીજા વર્ષે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી અમો આ ટુર્નામેન્ટનું સફળતા પૂર્વક આયોજન કરી રહ્યા છીએ.
#bharatmirror #bharatmirror21 #news #TCL #Women’s Era #Orange One #Champions League Women’s Winter Cup 2021
