પિતા અને પુત્રના સંબંધને એક પ્રેમાળ રીતે રજૂ કરતી બ્રહ્મ-અસ્ત્ર’ ફિલ્મ માર્ચમાં ગુજરાતના થીયેટરોમાં રજૂ થશે
અશ્વિન લીંબાચિયા, અમદાવાદ
તા.30 ડિસેમ્બર 2021: ગુજરાતી સિનેમા ચાહકો માટે આવી રહી છે એક નવી ફિલ્મ બ્રહ્મ-અસ્ત્ર. જે એક મનોરંજક ફિલ્મ હોવા સાથે મેસેજિંગ ફિલ્મ છે અને પિતા તથા પુત્રના સંબંધો તેમજ સંઘર્ષને અનોખી રીતે રજૂ કરતી વાર્તા છે. આ ફિલ્મ આગામી માર્ચમાં ગુજરાતના સિનેમા ઘરોમાં રિલિઝ થનારી છે. આ ફિલ્મના ડાયરેકટર જેકી પટેલ અને પ્રોડ્યુસર દર્શિલ ભાઈ શાહ તથા એક્સિક્યુટીવ પ્રોડ્યુસર વૈશાલી જયસ્વાલ છે.
આ ફિલ્મની સ્ટોરી એક પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોની કહાની છે. આ વાર્તામાં એક સરળ અને સાચી રીતે સફળ બિઝનેસમેન અવિનાશની સફર તેની નાની ઉંમરથી શરૂ થાય છે અને ધીમે ધીમે તેના મધ્યમ વર્ગના સપના એક પછી એક તે કઈ રીતે સિદ્ધ કરે છે. અને પોતાના પુત્ર માટે કઈ કઈ રીતે મુશ્કેલીઓ સાથે આગળ વધે છે. તેની વાર્તા અદભુત રીતે વર્ણવામા આવી છે. અવિનાશ રવિના આદર્શ પિતા છે, અને રવિ તેઓ માટે બધુ જ છે. અવિનાશ રવિને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલે છે. ભણીને રવિ પાછો આવે છે, અને પિતાનો ટેકો બને છે. જીવન સારી રીતે ચાલતુ હોય છે. ત્યાં એકાએક કંઈક એવુ બને છે કે પરિવારમાં તોફાન સર્જાય છે. ત્યારબાદ કઈ રીતે પુત્રને એક પિતાના સાચી ઓળખ થાય છે. તે આ ફિલ્મમાં ખૂબ જ અદભુત રીતે દર્શાવવામા આવ્યુ છે. આ ફિલ્મમાં અવિનાશ તેની ભુમિકા એક સુપર હીરો અને એક પિતા તરીકે ખૂબ સારી રીતે ભજવે છે.
આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં શાબાશ ખાન, મેહુલ બુચ, સંજીત ધુરી, હીના વાર્ડે, હેમાંગ દવે અને પિંકી પરીખ છે. શાબાશ ખાન વિલનની ભૂમિકામાં છે. જ્યારે સંજીત ધુરી પુત્ર અને મેહુલ બુચ પિતા તરીકે મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના સ્થળોએ કરવામા આવ્યુ છે. આ ફિલ્મનું એક ગીત ઉત્તરાખંડમાં શૂટ થનાર છે. આ ફિલ્મ આગામી માર્ચમાં ગુજરાતના સિનેમા ઘરોમાં રિલિઝ થનાર છે.
આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો જ ઈતિહાસ રચશે. કારણકે આ ફિલ્મ આજની જનરેશન ગેપની વ્યથાઓ અને મુશ્કેલીઓ તેમજ પિતા-પુત્ર વચ્ચેના મતભેદોની સ્થિતિમાં પિતા પુત્રની જોડીની સફરને એક અલગ રીતે જ પડદા પર રજૂ કરી જીવનનો મહત્વનો પાઠ આપે છે. અને આજના યુવાનો માટે પણ આ ફિલ્મ મનોરંજન સાથે મેસેજરૂપ સાબીત થશે.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad #brahmastr