અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 03-12-2021.
3 ડિસેમ્બર ને આંતરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસ તરીકે ઉજવામાં આવે છે. દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને સમાજ માં પોતાનું આગવું સ્થાન મળે, તેમનો સ્વીકાર થાય અને તેમના અધિકારો નું રક્ષણ, અને સમુદાય ની મુખ્યધારા માં વિકાસ થાય એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે આ દિવસ ની ઉજવણી કરવાનો છે.
અપંગ માનવ મંડળ દેશ ની એક અગ્રણી સંસ્થા છે. જે દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા આંતરાષ્ટ્રીય દિવ્યંગતા દિવસ ની ઉજવણી એક વિશેષ રૂપથી કરે છે.
દિવ્યાંગ બાળકો જેમાં માનસિક ક્ષતિ, દ્રષ્ટિ ક્ષતિ, બહુવિકલાંગ, બધિરાંધ, ઓટીઝમ ધરાવતા બાળકો જન જાગૃતિ કાર્યક્રમ, રમત – ગમત, ગીત સંગીત અન્ય મનોરંજન ના કાર્યક્રમ ધ્વારા સમાજ માં દિવ્યાંગતા વિશે નો સંદેશો પણ પહોચાડવા માંગે છે.