અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 18-11-21
સુરતના સાધન સંપન્ન પરિવારનો દીકરો ડ્રગ્સકાંડમાં ઝડપાયો. સુરતમાં વિવિધ રેસ્ટોરાં, હોટેલો અને પેટ્રોલપંપ ચલાવે છે આ પરિવાર.
સુરતની જાણીતી ગુજરાતી થાળી રેસ્ટોરાંના માલિકની ડ્રગ્સકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 22 સપ્ટેમ્બરના રોજ મેફેડ્રોનની હેરફેરનું રેકેટ ઝડપી પાડ્યું હતું. ગુરુવારે ક્રાઈમ બ્રાંચે 41 વર્ષીય આદિલ સલીમ નૂરાનીની ધરપકડ કરી હતી. આદિલ સલીમ નૂરાની ‘કંસાર’ નામની જાણીતી રેસ્ટોરાં ચલાવે છે.