બોર્ડની આગામી પરીક્ષાઓમાં MCQs (મલ્ટિપ્લ ચોઇસ ક્વેસ્ચન ) ગેમચેન્જર બની જશે. આ કારણે સ્પીડલેબ્સ વિદ્યાર્થીઓને 25,000 MCQs જવાબ સાથે વિદ્યાર્થીઓને આપવા સજ્જ છે
પુનરાવર્તન અને પ્રેક્ટિસ ટેસ્ટની અમર્યાદિત સુલભતા – પ્રેક્ટિસ વિદ્યાર્થીને પરફેક્ટ બનાવે છે
ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારાં ગુણ મેળવવા સક્ષમ બનાવતી સ્પીડલેબ્સની મોડલ ક્વેશ્ચન બેંક, પ્રેક્ટિસ ટેસ્ટ સીરિઝ અને વ્યક્તિગત વિશ્લેષણની સુલભતા આપતી ફ્રી લોગ-ઇન ઓફર
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
કોરોના મહામારી પછી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે અને વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગ્રેડ મેળવવા મોડલ પ્રશ્રોનું સમાધાન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ તેવી પરિસ્થિતિ અનિવાર્ય બની ગઇ છે ત્યારે અગ્રણી એજ્યુટેક પ્લેટફોર્મ ‘સ્પીડલેબ્સ’ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પર ફ્રી લોગ-ઇન કરવાની તક આપે છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને 25,000 થી વધારે પ્રશ્રો, વિવિધ પ્રેક્ટિસ અને રિવિઝન ટેસ્ટ, વ્યક્તિગત વિશ્લેષણ અને માર્ગદર્શનની અમર્યાદિત સુલભતા આપે છે. ‘સ્પીડલેબ્સ’ રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ – એસએસસી/એચએસસી, સીબીએસઈ અને આઈસીએસઈની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અંગત શિક્ષણમાં પણ સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. આ ફ્રી લોગ-ઇન ઓફરનો લાભ લેવા ઇચ્છતાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ http://practice.speedlabs.in લોગ ઇન કરી શકે છે.
બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને આ ઓફર પાછળના ઉદ્દેશ વિશે સ્પીડલેબ્સના સ્થાપક વિવેક વાર્ષ્ણેય એ કહ્યું હતું કે, “મહામારી પછી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે પેટર્ન્સ બદલાતાં પ્રશ્રપત્રોમાં જવાબ લખવાની કળા આવશ્યક બની ગઈ છે. બોર્ડની આગામી પરીક્ષાઓમાં MCQs (મલ્ટિપ્લ ચોઇસ ક્વેસ્ચન ) ગેમચેન્જર બની જશે. આ કારણે સ્પીડલેબ્સ વિદ્યાર્થીઓને 25,000 MCQs જવાબ સાથે વિદ્યાર્થીઓને આપવા સજ્જ છે. આ ઓફર તમામ વિદ્યાર્થીઓને પ્રશ્રપત્રના તમામ મહત્વપૂર્ણ ભાગમાં જવાબ આપવા મદદરૂપ થશે. જો હું અત્યારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરતો વિદ્યાર્થી હોઉં, તો હું આ તક ઝડપી લેત. ઉપરાંત અમારી ઓફર આકર્ષક છે – લોગિન તા.15 ડિસેમ્બર, 2021 સુધી સંપૂર્ણપણે ફ્રી છે.”
વિવેક વાર્ષ્ણેય એ ઉમેર્યું હતું કે, “બોર્ડની પરીક્ષામાં સારાં ગુણ મેળવવાનું અન્ય એક પાસું છે કે, તમે પ્રશ્રપત્રને સોલ્વ કરવા કેવી રીતે પુનરાવર્તન કરો છો અને પ્રેક્ટિસ કરો છો. સ્પીડલેબ્સ પ્રેક્ટિસ ટેસ્ટનું મહત્વ સમજે છે અને એટલે અમે પુનરાવર્તન અને પ્રેક્ટિસ ટેસ્ટની અમર્યાદિત સુલભતા ઓફર કરીએ છીએ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો, એટલી વધારે ઝડપથી અને સારી રીતે પ્રશ્રપત્રો સોલ્વ કરી શકશો. પરિણામે દરેક પ્રેક્ટિસ ટેસ્ટ સાથે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સારો ગ્રેડ મેળવી શકશો. અમારી 20+ ટેસ્ટ સીરિઝ સાથે તમને તમારાં પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવાની તક મળી શકે છે. તેમાં તમારે કયાં એરિયા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે એ વિશે તાત્કાલિક ધ્યાન ખેંચશે. આ બોર્ડની ફાઇનલ એક્ઝામમાં તમારું પર્ફોર્મન્સ સુધારવાની સારામાં સારી રીત છે. આપણે જાણીએ છીએ કે, પ્રેક્ટિસ કરવાથી જ આપણે પરફેક્ટ થઈ શકીએ.”
બોક્ષ – ધોરણ 10 અને ધોરણ 12ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ ફ્રી ઓફરની કેટલીક ખાસિયતોઃ-
- 25,000 થી વધારે MCQs જવાબો સાથે – દરેક વિદ્યાર્થી માટે જરૂરી
- પુનરાવર્તન અને પ્રેક્ટિસ ટેસ્ટની અમર્યાદિત સુલભતા – પ્રેક્ટિસ વિદ્યાર્થીને પરફેક્ટ બનાવે છે
- 20+ ટેસ્ટ સીરિઝ – તમારાં પોતાનાં પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરો
- અંગત ટેસ્ટનું મૂલ્યાંકન – નબળાં એરિયાને ઓળખવામાં મદદરૂપ થશે
- ગયા વર્ષના પેપર માટે લાઇવ ક્લાસ ચર્ચા – નિષ્ણાત શિક્ષકો પાસેથી જાણકારી મેળવો
#bharatmirror #bharatmirror21 #news