રિપોર્ટ: (અશ્વિન લીંબાચીયા)
તા. 02-11-2021, અમદાવાદ.
અમદાવાદીઓ દરેક તહેવારની ઉજવણી દરમ્યાન પરિવાર સાથે બહાર જમવાજવાનું પસંદ કરતા હોય છે. અને આ વખતે રિયલ પેપરિકા પોતાના નવા આઉટલેટ નું અમદાવાદમાં નરોડા નજીક પ્રારંભ કરવા જઈ રહ્યા છે. જેમાં શ્રેષ્ઠ ક્વોલિટી ના પિઝા તેમજ વિવિધ સલાડ પરોસવામાં આવશે. આ સાથે શહેરીજનોને તહેવારની ઉજવણીમાં પીઝાનો ભરપૂર ખજાનો માણવા મળશે. જે ક્વોલિટીમાં શ્રેષ્ટ અને કિફાયતી કિંમતમાં હશે. આ સાથે બ્રાઉની તેમજ વિવિધ ઠંડા પીણાં પણ ઉપલ્ભ રહેશે.
આ પ્રસંગે શ્રી લક્ષમણસિંહ ચૌહાણ, શ્રી સુરેન્દ્ર સિંહ ચૌહાણ ખાસ હાજરી સાથે આમંત્રિત મેહમાનો હર્ષદભાઈ પરમાર, નિલેશ લખતરીયા, મનસુખભાઇ વિઠ્ઠલપરા, ભરત ભટ્ટી, આશિષ વ્યાસ, તુષાર ચરોલા, રાકેશ બજાણીયા, પ્રવીણભાઈ મોઢ, શાંતિલાલ લખતર ઉપસ્થિતઃ રહ્યા હતા.
શ્રી લક્ષમણસિંહ ચૌહાણ (ડાયરેક્ટર, રિયલ પેપરીકા) દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મને ગુજરાતના લોકો તરફથી સતત સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોની માંગ જોતા હામેહમારા મેનુ માં ફેરફાર કરતા રહીયે છીએ અને નવી નવી વનગીઓ ઉમેરતા રહીયે છીએ. આ નવું આઉટલેટ નવા એમ્બિયન્સ સાથે નું છે અને આ જેમાં તમામ પિઝા અને સલાડ મળી રહેશે.
આ આઉટલેટ વિશે જણાવતા શ્રી હર્ષદભાઈ પરમાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, હમારી આ શાખામાં દરેક ઉમરના વ્યક્તિઓ આનંદ માણી શકે છે. હમે નાના બાળકો, યુવાનો અને વૃધોના ટેસ્ટનું દયાન રાખેલ છે. આ સાથે ફેસ્ટિવલ સીઝન જોતા ડિસ્કાઉન્ટ્સ પણ મુકેલ છે. જેથી દરેક પરિવાર આનંદ માણી શકે.
આ ઓઉટલેટમાં આપ 112 થી વધુ લોકો સાથેની પાર્ટી પણ કરી શકો છો ઉપરાંત શરૂઆતના દિવસોમાં ઓપિનિન્ગ ઑફરમાં ૧૬૯ માં અનલિમિટેડ પિઝા, પાસ્તા, છોલે કુલછે તેમજ ૧૪ વિવિધ જાતના સલાડ, ચાઇનીસ, કોલ્ડ્રીંક આ સાથે ૧૦ જાતના હોટ સલાડ સાથે બ્રાઉની આઈસ્ક્રીમ પણ મળશે. તેના પછી રૂ ૧૭૯ માં લંચ અને રૂ. ૨૨૯માં અનલિમિટેડ ડિનર મળશે જેમાં ૩૨ જેટલી વીવધ વાનગીઓ હશે.
bharatmirror #bharatmirror21 #news #realpaprikapizza