રિપોર્ટ: (અશ્વિન લીંબાચીયા)
તા. 02-11-21, અમદાવાદ
GCCI બિઝનેસ વિમેન કમિટિના ઉપક્રમે International Business Conference નું Opportunities and Challenges for women entrepreneurs in current scenario વિષયે કરવામાં આવેલ પરિચર્ચામાં વિવિધ દેશોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો.
Ms. Monica Sharma Raizada, CEO, Mantra Holistic Counselling, Australia એ યોગ અને આયુર્વેદ માટે નવા ઉભરાતા માર્કેટ તરીકે બતાવી હતી.
Ms. Mahima Jinah Kim, Founder, Unicorn Incubation, South Korea સ્ટાર્ટ-અપ માટે ઘણી ઉજ્જવળ તકો બતાવી હતી.
Mrs. Gurminder Randhawa, Founder, NTT UK Ltd, Britain એ જણાવ્યું હતું કે યુરોપમાં આઇ.ટી. માં ઘણી તકો હોવાનું જણાવ્યું હતું.
Mrs. Anagha Pathak, Founder, Unity group of companies, INDIA એ બહેનોને નવા સમીકરણો અને આઇ.ટી. સાથે સહકાર કરવા જણાવ્યું હતું.
Ms. Malini Shah, Founder, Difference Inc.,USA એ યુ.એસ.એ. તથા ઓસ્ટ્રેલિયાને આયુર્વેદ માટે નવા ઉભરતા માર્કેટ તરીકે બતાવ્યું હતું.
Ms. Sarita Mali, Founder, Paper Moon fashions, CANADA એ જણાવ્યું હતું કે એક્ષપોર્ટ પણ એક મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ખાસ કરીને હેન્ડીક્રાફટ હાઉસ જેની ખુબ સારી તકો અને માર્કેટ કેનેડામાં મળી રહે તેમ છે.
આ પ્રસંગે બિઝનેસ વિમેન કમિટિના ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌલ વ્યાસે આવકાર પ્રવચન કર્યું હતું અને પ્રમુખ શ્રી હેમંત શાહે આ કોન્ફરન્સનું પ્રાસ્તાવિક ઉદ્બોધન અને મહિલા કમિટિને કોન્ફરન્સના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મીસ રૂનાલ પટેલે આ પરિચર્ચાનું સંચાલન કર્યું હતું અને આ કોન્ફરન્સ થકી GCCIના મહિલા ઉદ્યોગ સાહસિકોને આંતરરાષ્ટ્રીય સ્તરે બીઝનેસ કરવાની સમજ પુરી પાડી હતી. કો-ચેરપર્સન મીસ. સારંગી કાનાનીએ દરેક ભાગ લેનાર બહેનાનો તેમનો કિંમતી સમય ફાળવવા બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો વેબેક્સ પર હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news