અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 19-11-21
મહિલાઓના ઉદ્યોગોના વિકાસના ઉપરાંત જરૂરિયાતમંદ મહિલાઓમાં સ્વાસ્થ્ય માટેની જાગૃતતા વધારવાના ઉદ્દેશ્યથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મહિલા કમિટિ દ્વારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી પારસનગર નારણપુરા વિસ્તારમાં હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આ વિસ્તારની બહેનોનું વિના મૂલ્યે બ્રેસ્ટ સ્ક્રીનીંગ ટેસ્ટ તથા સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તેની ડોક્ટર તરફથી જાણકારી આપવામાં આવી હતી.

કેમ્પનું સંચાલન અને કાર્ય વ્યવસ્થા મહિલા કમિટિના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ તથા તેમના કમિટિ મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ચેક અપ માટે આવનાર બહેનો માટે ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન ઇન્ડિયા તરફથી અનાજની કીટ તથા ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gccl
