અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 19-11-21
આજ રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જીસીસીઆઈ ખાતે “સાયબર ક્રાઈમ એન્ડ ઈકોનોમિક ઓફન્સીસ” વિષય પર પોલીસ વિભાગ, અમદાવાદ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રાઈમ વિશે અને આર્થિક ગુનાઓ વિશે જાગૃતિ લાવવા, સાયબર ક્રાઈમના કેસોમાં શું પગલાં લેવા જોઈએ, તે અંગે સહભાગીઓને માર્ગદર્શન આપવાનો અને આ વિષયને લગતા પ્રશ્નો અંગે જાણકારી આપવાનો હતો.
આ સેમિનારમાં વક્તા તરીકે શ્રી પ્રેમવીર સિંઘ, IPS, અધિક પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ અને શ્રી અમિત વસાવા, IPS, નાયબ પોલીસ કમિશનર, સાયબર ક્રાઈમ સેલ,અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહના સ્વાગત પ્રવચનથી થઈ હતી તેમણે સેમિનારમાં ઉપસ્થિત મહેમાનો અને વક્તાઓનું સ્વાગત કર્યું હતું.
શ્રી પથિક પટવારી, સિનિયર ઉપપ્રમુખ એ તેમના પ્રાસંગીક પ્રવચનમાં સેમિનારનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો.
શ્રી પ્રેમ વીર સિંહ, IPS, તેમના સંબોધનમાં આર્થિક ગુનાઓના પ્રકાર વિશે વાત કરી અને ઉદાહરણો આપ્યા કે આવા ગુના કેવી રીતે થાય છે. વધુમાં, તેમણે યોગ્ય દસ્તાવેજીકરણ, રેકોર્ડની યોગ્ય જાળવણી અને એકંદર નાણાકીય સમજદારી જેવા ગુનાઓને રોકવા માટેના પગલાં પણ સૂચવ્યા. નો ઉલ્લેખ કર્યો
શ્રી અમિત વસાવાએ તેમના સંબોધનમાં ત્રણ પ્રકારના સાયબર ગુનાઓ વિશે ઉલ્લેખ કર્યો. જેમ કે અનધિકૃત એક્સેસ, સાયબર ફ્રોડ અને સોશિયલ મીડિયા બુલીંગ તથા આવા ગુનાઓની ગુનાઓની મોડસ ઓપરેન્ડી અને આવા બનાવોમાં થતાં મોટા આર્થિક નુકસાન વિષે પણ સમજાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સભ્યોને કેવી રીતે સજાગ રહીને આવા ગુનાઓ ટાળી શકાય ઉપર માહિતી આપી હતી.
સહભાગીઓને પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન તેમના પ્રશ્નો રજૂ કરવાની તક મળી જેનો પોલીસ અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા આ સત્રનું સંચાલન જી.સી.સી.આઈ.ના ઉપપ્રમુખ શ્રી સંજીવ છાજેડ દ્વારા કરવામાં આવ્યું હતું.
bharatmirror #bharatmirror21 #news #gccl