અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 23-11-21
GCCI, FICCI અને CII એ ગુજરાત સરકાર અને ભારતીય નૌકાદળના સહયોગથી MSMEમાં જાગૃતિ લાવવા અને જ્ઞાનની વહેંચણીનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે “ભારતીય નૌકાદળમાં સ્વદેશીકરણ” સેમિનાર યોજાયો હતો. જે આખરે MSMEને તેમના ઉત્પાદનો ભારતીય નૌકાદળને સપ્લાય કરવામાં મદદ કરશે. સેમિનારમાં સ્વદેશીકરણની વર્તમાન સ્થિતિ, MoD દ્વારા કાર્યરત વર્તમાન યોજનાઓ, MSME કેવી રીતે આ યોજનાઓનો લાભ લઈ શકે જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
શ્રીમતી વર્ષા અધિકારી, કો-ચેરપર્સન, ડિફેન્સ ટાસ્ક ફોર્સ, GCCI દ્વારા સ્વાગત પ્રવચન અપાયું હતું અને કહ્યું હતું કે, ભારતીય નૌકાદળ શું ઈચ્છે છે અને ઉદ્યોગ શું કરી શકે છે તે સમજવા માટે આ માત્ર એક શરૂઆત છે. તેણીએ વ્યક્ત કર્યું કે, અમને ભારતીય નૌકાદળ પર ગર્વ છે કારણ કે, તેઓએ દાયકાઓ પહેલા દેશમાં યુદ્ધ જહાજોની ડિઝાઇન અને નિર્માણ સાથે સ્વદેશીકરણમાં પ્રવેશ કર્યો હતો.
શ્રી રવિન વ્યાસ, અધ્યક્ષ – FICCI, ગુજરાત રાજ્ય પરિષદની એરોસ્પેસ અને સંરક્ષણ સબકમિટીએ થીમ પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય નૌકાદળને સેવા આપવા માટે ગુજરાતમાં ડિઝાઇન અને ઉત્પાદનની તાકાત છે. જો કે, ગુજરાતના ઉત્પાદકોને કેવી રીતે આગળ વધવું તે અંગે ની માહિતી આપી હતી.
શ્રી આર.કે. ધીરે તેમના મંતવ્યો શેર કર્યા અને જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર છે રાજ્ય MoD સાથે સહયોગ કરવા ઉત્સુક છે. આજે અમારી પાસે તેના માટે એક રૂપરેખા છે. જે ભારતીય નૌકાદળના વક્તાઓ દ્વારા શેર કરવામાં આવશે.
સી.એસ.બાબુરાજ, રીઅર એડમિરલ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળનું 80% આત્મનિર્ભરતાનું લક્ષ્ય છે અને તે ઉદ્યોગના સહયોગથી પ્રાપ્ત કરી શકાય તેમ છે.
એ.પી. ગોલયા, કોમોડોર એ શેર કર્યું કે, નવીન બનવું કેટલું મહત્વનું છે અને ભારતીય નૌકાદળ નવીન તકનીકી ઉકેલો શોધી રહી છે.
કમાન્ડર દીપક કોટાએ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ પર વિવિધ યોજનાઓનું વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં MSME માટે આરક્ષિત પ્રોજેક્ટ્સ, સતત હેન્ડ હોલ્ડિંગ કેવી રીતે કરવામાં આવે છે વગેરે જેવી મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. તેમણે વિવિધ વેબ સંસાધનો પણ શેર કર્યા જે ફરીથી ઑફર કરી શકાય છે. જો વધુ માં માહિતી ની જરૂર હોય તો ઉદ્યોગ માહિતી પોર્ટલ પર સીધો સંપર્ક કરી શકે છે.
પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.