પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ડ્રેનેજ પંપિંગ સ્ટેશન તથા વોટર પંપિંગ સ્ટેશનમાં એક જ ઓપરેટર દ્વારા સંચાલન થાય છે
સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર તેમજ એસ.ટી.પી. ખાતા ને તથા ડ્વોટર ઓપરેશન વિભાગને રજૂઆત કરી ઉગ્ર માંગ કરાઇ
અમદાવાદ,તા.2
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ ગામે વોટર અને ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અલગ-અલગ ચલાવી ગટરનું બેક મારતા પાણીની સમસ્યા સહિતની વ્યાપક ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવા બાબતે હાથીજણ ગામના સ્થાનિક રહીશો તરફથી મ્યુનિસિપલ કમિશનર, એસટીપી ખાતા અને વોટર ઓપરેશન વિભાગને રજૂઆત કરી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. સ્થાનિક સત્તાવાળાઓના અણઘડ આયોજનને લઇ ગટરના બેક મારતા પાણી સહિતની સમસ્યાને લઇ સ્થાનિક રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા હોઇ આખરે મામલો ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચ્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ડ્રેનેજ પંપિંગ સ્ટેશન તથા વોટર પંપિંગ સ્ટેશનમાં એક જ ઓપરેટર દ્વારા સંચાલન થાય છે. એસ.પી.ટી વિભાગ દ્વારા ગટર માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા લાઈટ મીટર મેળવેલ છે પરંતુ વોટર ઓપરેશન વિભાગ દ્વારા વોટર પંપિંગ સ્ટેશન માટે અલગ થઈ યુજીવીસીએલ નું પાવર કનેક્શન/મીટર મેળવેલ નથી. શહેરમાં આવા પ્રકારના પંપિંગ સ્ટેશનો આવેલા છે પરંતુ તેના ઓપરેટરો સ્ટાફ અને લાઈટ મીટરો અલગ અલગ હોય છે.
હાલમાં અહીંયા સવારે પીવાના પાણીના સપલાયના સમયે 6 થી 8 માં બે કલાક ડ્રેનેજ પંપિંગ સ્ટેશન એસ.પી.ટી દ્વારા બંધ કરવામાં આવે છે અને વોટર ઓપરેશન વિભાગ દ્વારા તે સમયે પાણી આપવામાં આવે છે તે જ સમયે રહીશો દ્વારા ડ્રેનેજમાં પાણી છોડતા ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બંધ હોવાથી વિવેકાનંદનગર હાથીજણ ખારી નદી ખાતે ગટરનું પાણી પંપિંગ બંધ હોવાથી બેક મારી નદીમાં સ્મશાનગૃહ પાસે ઉભરાય છે અને ડ્રેનેજ પંપિંગ ચોવીસ કલાક ચાલુ રાખવું જરૂરી હોય છે કારણ કે ડ્રેનેજમાં ગમે ત્યારે ગટરનું પાણી આવકમાં હોય છે, જેથી આ બંને કનેક્શનો અલગ કરી અલગ અલગ સ્ટાફ મૂકી ડ્રેનેજ પંપિંગ તેમજ વોટર પંપિંગ અલગ અલગ ચલાવવા હાથીજણ વિવેકાનંદનગર રહીશો દ્વારા મ્યુ.કમિશ્નર તેમજ એસ.ટી.પી. ખાતા ને તથા ડ્વોટર ઓપરેશન વિભાગને જાણ કરવામાં આવી છે.
બોક્ષ – પૂર્વ ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ઉમંર સર્ટિ. આપવાનું બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં પૂર્વઝોન માં ડે. હેલ્થ ઓફિસર દ્વારા જાતે કાયદો બનાવી અર્બન હેલ્થ સેન્ટર પર મેડિકલ ઓફિસર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય ,અપંગ સહાય અન્ય પેન્શન યોજના માટે ઉમર સર્ટી આપવાનું બંધ કરેલ છે અને ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારોને સિવિલ હોસ્પિટલ ધકેલવામાં આવે છે જે અંગે આવા તકલગી નિર્ણયો રદ કરી આ સેવા પુનઃ ચાલુ કરવા પાત્રતા ધરાવતાં અરજદારોની માંગણી છે તેમજ આ લોકશાહીમાં આવા ઘરના કાયદા નિયમો બનાવનાર સામે પગલા લઇ ભવિષ્યમાં આવું ના કરે તે માટે મ્યુ.કમિશ્નર લાલ આંખ કરે તેવી પણ તેઓમાં માંગણી ઉઠવા પામી છે..
#bharatmirror #bharatmirror21 #news