પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની સુરક્ષા માટેના સંદેશા સાથે ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિ સંસ્થાના ઉપક્રમે શહેરના ટાઉનહોલ પાસેથી સરઘસ આકારે વિશાળ રેલી યોજી સાબરમતી રિવરફ્રન્ટ પર કૂચ કરવામાં આવી
ટાઉનહોલ પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે સેંકડો ગ્રાહક કાર્યકરોએ વિવિધ પ્લેકાર્ડ, બેનરો દર્શાવી પ્રદૂષણના વિરોધમાં અને પર્યાવરણને બચાવવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ દેખાવો યોજાયા
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલના નેજા હેઠળ ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસ કો.ઓ.સોસાયટીના લિમિટેડના સીઇઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના નેજા હેઠળ આગામી દિવસોમાં પર્યાવરણની સુરક્ષા માટે જનજાગરણ અભિયાને છેડી સરકાર, તંત્ર અને ઉદ્યોગો વિરૂધ્ધમાં સત્યાગ્રહના કાર્યક્રમો આપવાની ચીમકી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની સુરક્ષા માટેના સંદેશા સાથે ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિ સંસ્થાના ઉપક્રમે આજે અમદાવાદ શહેરમાં સરકાર અને પ્રશાસનને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે શહેરના ટાઉનહોલ પાસેથી સરઘસ આકારે વિશાળ રેલી યોજી સાબરમતી રિવરફ્રન્ટ પર કૂચ કરવામાં આવી હતી અને વિવિધ પ્લેકાર્ડ, બેનરો સાથે વિરોધ અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલના નેજા હેઠળ ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસ કો.ઓ.સોસાયટીના લિમિટેડના સીઇઓને આવેદનપત્ર સુપ્રત કરી શહેરમાં હાનિકારક કેમીકલનું જોખમી પ્રદૂષણ ફેલાવતાં યુનિટો, ફેકટરીઓ, એકમો વિરૂધ્ધ તાત્કાલિક સબક સમાન આકરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે આ પ્રકારનું જોખમી અને હાનિકારક પ્રદૂષણ ફેલાવતા યુનિટો અને એકમોને સીલ કરવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજય સરકારને પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના નેજા હેઠળ આગામી દિવસોમાં પર્યાવરણની સુરક્ષા માટે જનજાગરણ અભિયાને છેડી સરકાર, તંત્ર અને ઉદ્યોગો વિરૂધ્ધમાં સત્યાગ્રહના કાર્યક્રમો આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલના નેજા હેઠળ આજરોજ યોજાયેલી વિશાળ રેલી અને સરઘસ આકારે કૂચ દરમ્યાન સેંકડો ગ્રાહક કાર્યકરો જોડાયા હતા અને તેઓએ બચાવો..બચાવો…સાબરમતી બચાવો, પર્યાવરણ બચાવો…, પૃથ્વી બચાવો…સહિતના જોરદાર સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના ઉપક્રમે અમદાવાદ શહેરના ટાઉનહોલ પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે સેંકડો ગ્રાહક કાર્યકરોએ વિવિધ પ્લેકાર્ડ, બેનરો દર્શાવી પ્રદૂષણના વિરોધમાં અને પર્યાવરણને બચાવવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ દેખાવો યોજયા હતા. ત્યારબાદ શિસ્તબધ્ધ રીતે કૂચ કરી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સામે દેખાવો કરી ત્યાંથી સરઘસ આકારની રેલી રિવરફ્રન્ટ પર કૂચ કરતા આગળ વધી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કાર્યકરો દ્વારા જાહેરજનતાને પણ પર્યાવરણ બચાવવાના સંદેશા સાથે જળ એ જ જીવન છે, પાણી બચાવો, પર્યાવરણ બચાવો સહિતના સંદેશા આપતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી હતી.
દરમ્યાન ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલના નેજા હેઠળ ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસ કો.ઓ.સોસાયટીના લિમિટેડના સીઇઓને આવેદનપત્ર પાઠવી અમદાવાદ શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ધમધમતા કેમીકલ યુનિટો, વિવિધ ફેકટરીઓ, એકમો, કારખાનાઓ દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતાં હાનિકારક કેમીકલ અને કેમીકલયુકત એફ્લુઅન્ટના કારણે ફેલાતા ગંભીર અને જોખમી પ્રદૂષણને લઇ આવા યુનિટો, એકમો, કારખાનાઓ વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી તેને સીલ મારવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું કે, પૂર્વ વિસ્તારના કેમીકલયુકત અને આવા ગંભીર જોખમી પ્રદૂષણ ફેલાવતા એફલુઅન્ટ અને રિસાઇકલ પ્રોસેસ કર્યા વિનાના પાણી છોડાવાના કારણે સાબરમતી નદીમાં પાણીનું તેમ જ હવાનું બહુ ગંભીર પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. એટલું જ નહી, ખેતીવાડીની જમીન પણ બિનઉપજાઉ થઇ રહી છે અને તેથી ભૂમિનું પ્રદૂષણ ખતરાની સીમાથી પાર થઇ રહ્યું છે ત્યારે સરકાર, જીપીસીબી સહિતના સત્તાવાળાઓએ આવા જોખમી, કેમીકલયુકત અને હાનિકારક એફલુઅન્ટ છોડનારા યુનિટો, એકમો, કારખાનાઓ વિરૂધ્ધ તાત્કાલિક પગલાં લઇ તેને સીલ મારી ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઇએ અને સબક સમાન કાર્યવાહી કરી સમાજમાં પર્યાવરણની સુરક્ષા માટે તંત્રના સત્તાધીશોએ દાખલો બેસાડવો જોઇએ.
#bharatmirror #bharatmirror21 #news