અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આજે ઓનલાઈન શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે વેશભૂષા હરિફાઈ યોજવામાં આવી
મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી શ્રેષ્ઠ ત્રણ ડ્રેસીંગ અને ત્રણ શ્રેષ્ઠ સ્લોગનને કેશ પ્રાઈઝ આપવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આજે ઓનલાઈન શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે વેશભૂષા હરિફાઈ યોજવામાં આવી હતી. આદર્શ શિક્ષકની થીમ પર યોજવામાં આવેલી આ હરિફાઇમાં જોડાયેલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ શિક્ષકને અનુરૂપ ડ્રેસીંગમાં સ્પર્ધામાં જોડાયા હતા. એટલું જ નહી, મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ સમાજને પોતાની રીતે અનોખો સંદેશો આપવા સ્લોગન લખીને પણ ઓનલાઈન બતાવ્યા હતા., જે ખરેખર હ્રદયસ્પર્શી અને પ્રેરણારૂપ રહ્યા હતા.
મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી શ્રેષ્ઠ ત્રણ ડ્રેસીંગ અને ત્રણ શ્રેષ્ઠ સ્લોગનને કેશ પ્રાઈઝ આપવામાં આવી હતી. જુદા જુદા શિક્ષકોને અનુરૂપ ડ્રેસીંગમાં મનોદિવ્યાંગ બાળકો ખુબ જ આદર્શ લાગતા હતા. આજે ઓનલાઇન શિક્ષક દિનની ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ અને જુસ્સો જોઇને તેમના વાલીઓ અને મિત્રવર્તુળ પણ ભારે ઉત્સાહિત અને પ્રભાવિત જણાયા હતા.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના સંચાલક શ્રી નીલેશભાઇ પંચાલે જણાવ્યું કે, સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતી અને તેમનું નૈતિક મનોબળ અને જુસ્સો વધારતી અનેકવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાત્મક હરિફાઇઓ અને કાર્યક્રમો યોજાતા રહે છે, જેના માધ્યમથી મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સમાજના સાંપ્રત પ્રવાહમાં જોડવાનો સતત પ્રયાસ હાથ ધરાઇ રહ્યો છે.
.#bharatmirror #bharatmirror21 #news