અમદાવાદ સહિત રાજયભરમાં ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા ના નારા ગુંજી ઉઠશે – ગણેશ ભકતો નમ આંખો અને ભારે હૈય્યે દાદાને વિદાય આપશે
કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે શહેર સહિત ગુજરાતભરમાં દાદાના વિસર્જનને લઈને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા – ઢોલ-નગારાના તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણેશભકતો દાદાની મૂર્તિઓનું વિસર્જન કરાશે
ભાદરવા માસની શુક્લ પક્ષની ચૌદશને અનંત ચતુર્દશીકહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે. અનંત ચતુર્દશીના પવિત્ર દિને જ ગણપતિ દાદાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવાની પરંપરા છે
અમ્યુકો તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ સહિતના જુદા જુદા સ્થળોએ તૈયાર કરાયેલા 37થી વધુ વિસર્જન કુંડમાં જ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવા ખાસ અપીલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગણેશ ભક્તો દ્વારા ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવશે દસ દિવસ સુધી પોતાના વિસ્તારમાં વિશાળ મંડપ પંડાલ રાણા માં પૂજા વિધિ આરતી અને ભક્તિ વંદના કર્યા બાદ હવે આવતીકાલે લાખો શ્રદ્ધાળુઓ અને ગણેશભક્તો ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કરશે ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા ના નારાઓ ગૂંજી ઉઠશે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના શહેરોમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદમાં અમ્યુકો તંત્ર દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ એટલે કે વિસર્જન કુંડમાં કોઈ ગાઇડલાઇન મુજબ ચાર ફૂટની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે તો બીજી બાજુ ટ્રાફિક નિયમન માટે પણ રૂટ ડાયટિંગ અને વાહન પ્રતિબંધ અંગેના જાહેરનામા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયા છે અમેરિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 35થી વધુ કૃતિઓ જળાશયો વિસર્જન કુંડ બનાવ્યા છે.જેમાં ગણેશ ભક્તો દ્વારા મૂર્તિનું વિસર્જન કરવા ની તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે
ભાદરવા માસની શુક્લ પક્ષની ચૌદશને અનંત ચતુર્દશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે. અનંત ચતુર્દશીના પવિત્ર દિને જ ગણપતિ દાદાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવાની પરંપરા છે. કોરોના મહામારીના કારણે અને કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકાર દ્વારા ચાર ફૂટની પ્રતિમાઓની જ મંજૂરી આપવામાં આવી હોવાના કારણે આવતીકાલે મોટાભાગની ચાર ફૂટની ગણપતિ દાદાની મૂર્તિઓનું ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવશે. ગણેશભક્તો પોતાના નાના મોટા વાહન જીપ-કાર સહિતના વાહનોમાં ઢોલ-નગારા, લેઝીમ અને ત્રાંસાના નાદ વચ્ચે તેમ જ અબીલ ગુલાલની છોળો વચ્ચે સરઘસ રેલી કાઢી દાદાની વિસર્જન યાત્રા કાઢશે અને બાદમાં નમ આંખો સાથે ભારે હૈયે આવતા વર્ષે વહેલા આવવાની દાદાને પ્રાર્થના કરી તેમની મૂર્તિઓનું વિસર્જન કરશે.
ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભકતોએ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે દાદાની પૂજા આરાધના કરી હતી અને એક, બે, પાંચ, નવ અને દસ દિવસ સુધી દાદાની સેવા પૂજાની માનતા માની હતી. આવતીકાલે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ છે અને તેથી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ભક્તો દ્વારા આ માટેની ખાસ તૈયારીઓ અને આયોજન કરાયા છે. તો વહીવટી તંત્ર દ્વારા પણ દાદાની મૂર્તિઓના વિસર્જનની ખાસ વ્યવસ્થા કરાઈ છે, સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષા અને સલામતીનો પૂરતો બંદોબસ્ત તૈનાત કરાયો છે. આવતીકાલે મોડી રાત સુધી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન ચાલશે, તેને લઈને રાજ્યભરમાં ગણેશ ભક્તિનો માહોલ પણ છવાશે.
ગણેશભક્તો દાદાને ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા એટલે કે દાદા આવતા વર્ષે પણ આપ વહેલા પધારજો એમ કહી વિસર્જન કરશે અને આવતા વર્ષે તેમના વહેલા આવવાની રાહ જોશે. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે તથા અન્ય સ્થળોએ મળીને કુલ ૩૭ થી વધુ નાના મોટા કૃત્રિમ જળાશયો(વિસર્જન કુંડ) તૈયાર કરી ગણેશ વિસર્જનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ગણેશ વિસર્જન દરમિયાન સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પુરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે તો સાથે સાથે કરાય બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરાયા છે. આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લાખો શ્રદ્ધાળુઓ અને ગણેશભક્તો ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કરશે ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા ના નારાઓ ગુજી ઉઠશે.
#bharatmirror #bharatmirror21 #news