વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હીરામણિ જનસહાયક ટ્રસ્ટ દ્વારા એસજી હાઇવે પર આવેલ હીરામણિ વિદ્યાસંકુલ ખાતે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયુ
સાંધ્ય જીવન કુટિર(વૃધ્ધાશ્રમ)પ્રાંગણમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં હીરામણિ વિદ્યાસંકુલના ટ્રસ્ટીઓ, સ્કૂલના પ્રિન્સીપાલ, ભાજપના આગેવાનો દ્વારા 71 જુદા જુદા વૃક્ષો ઉગાડવામાં આવ્યા
વડાપ્રધાનના 71મા જન્મદિન નિમિતે રાજયસભા સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, જનસહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતાબહેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણભાઇ અમીન, વિજુલબહેન અમીન, ગુજરાત સ્ટેટ કો.ઓ.ફેડરેશનના ચેરમેન ઘનશ્યામભાઇ અમીન, હિતેશ પટેલ (પોચી) બીજેપી મીડિયા કન્વીનર નોર્થ ઝોન(અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લો), આર.સી.પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.17
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હીરામણિ જનસહાયક ટ્રસ્ટ દ્વારા આજે એસજી હાઇવે પર આવેલ હીરામણિ વિદ્યાસંકુલ ખાતે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના જાણીતા વેપારીઓ, શિક્ષણવિદ્, યુવાનો, મહિલાઓ સહિતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રકતદાન કરી સામાજિક પ્રેરણા પૂરી પાડી હતી. તો, પીએમ મોદીના 71મા જન્મદિનના ઉપલક્ષ્યમાં હીરામણિ વિદ્યાસંકુલમાં આવેલા સાંધ્ય જીવન કુટિર(વૃધ્ધાશ્રમ) ખાતે 71 વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણી અને કુદરતી ઓકસિજન પ્લાન્ટનો અનોખો સંદેશો સમાજને આપવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ દરમ્યાન રાજયસભા સાંસદ નરહરિ અમીન, ગુજરાત સ્ટેટ કો.ઓ.ફેડરેશનના ચેરમેન ઘનશ્યામ અમીન, હીરામણિ જનસહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નીતાબહેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વરૂણભાઇ અમીન, ટ્રસ્ટીશ્રી વિજુલબહેન અમીન, બીજેપી મીડિયા કન્વીનર નોર્થ ઝોન(અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લો), પાટીદાર અગ્રણી આર.સી.પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપના રાજયસભા સાંસદ અને હીરામણિ જનસહાયક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી નરહરિભાઇ અમીને જણાવ્યું કે, હીરામણિ વિદ્યાસંકુલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા વિશ્વમાં કોરોના મહામારી, ચોમાસાના કારણે ડેન્ગ્યુ સહિતના રોગોના કારણે લોકોના આરોગ્ય માટે બ્લડની પણ તાતી અનિવાર્યતા સર્જાઇ છે, તે સ્વાભાવિક છે. સમગ્ર વિશ્વમાં મોદીએ ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે ત્યારે હીરામણિ જનસહાયક ટ્રસ્ટે તેમના જન્મદિવસ નિમિતે પર્યાવરણની જાળવણી, કલાયમેન્ટ ચેન્જ ઉપરાંત, કોરોના મહામારી અને ડેન્ગ્યુ જેવા રોગચાળાના સમયમાં લોકોને બ્લડ મેળવવા પડતી હાલાકીને ધ્યાનમાં લઇ ખાસ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં દોઢસોથી વધુ બ્લડની બોટલો એકત્રિકરણ કરી રેડક્રોસ સોસાયટીને અર્પણ કરાશે. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના તમામ વર્ગના લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો છે અને પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું છે. જયારે
શ્રી નરહરિભાઇ અમીને વધુમાં ઉમેર્યું કે, પીએમ શ્રી મોદીજીના 71મા જન્મદિન નિમિતે હીરામણિ વિદ્યાસંકુલ ખાતે આવેલા સાંધ્ય જીવન કુટિર(વૃધ્ધાશ્રમ)પ્રાંગણમાં હીરામણિ વિદ્યાસંકુલના ટ્રસ્ટીઓ, સ્કૂલના પ્રિન્સીપાલ, ભાજપના આગેવાનો દ્વારા 71 જુદા જુદા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે અને કોરોના મહામારી દરમ્યાન ઓકિસજનની જે અછત વર્તાઇ અને શહેરી વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે આવા વૃક્ષારોપણના કાર્યક્રમો થકી કુદરતી ઓકિસજનના પ્લાન્ટ ઉભા કરી સમાજમાં કુદરતી ઓકિસજન લોકોને મળી રહે તેવી પ્રેરણા સાથેનો સંદેશ પણ આજના દિને વહેતો કરાયો છે.
દરમ્યાન ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન અને કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ અમીને જણાવ્યું કે, સમગ્ર દેશમાં આજે પીએમ શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી થઇ રહી છે ત્યારે તેને સાચા અર્થમાં સેવાકીય અને યાદગાર બનાવવા હીરામણિ જનસહાયક ટ્રસ્ટ દ્વારા આજે કલાયમેન્ટ ચેન્જ માટે વૃક્ષારોપણ અને કોરોના, ડેન્ગ્યુ જેવા મહામારી-રોગચાળાના સમયમાં બ્લડની જે તાતી જરૂરિયાત ઉભી થાય છે અને કોઇ નિર્દોષનો જીવ લોહીના અભાવે ના જાય તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનને લઇ ગુજરાત રાજય સહકારી સંઘ અને જિલ્લા સહકારી સંઘો દ્વારા પણ જિલ્લા-તાલુકા મથકોએ વૃક્ષારોપણના કાર્યક્રમના આયોજન થયા છે, જેમાં આશરે દસ હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
આ પ્રસંગે શ્રી હિતેશ પટેલ (પોચી) બીજેપી મીડિયા કન્વીનર નોર્થ ઝોન(અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લો) એ જણાવ્યું હતું કે, લોક કલ્યાણ અને જનસેવાના ભાગરૂપે યોજવાનું સુંદર આયોજન થયુ છે, તે ખરેખર પ્રેરણારૂપ સેવા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કક્ષાએ ગુજરાત અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે ત્યારે આવા ગૌરવવંતા અને ગર્વ થાય એવા આપણા વડાપ્રધાનની ઉજવણી એ સ્વાભાવિક અને લોકલાગણી છે. પરંતુ આવા જન્મદિનના સારા પ્રસંગે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કટાક્ષ કે ટીકા ટિપ્પણી કરવાની જે હરકત છે તે બહુ નિંદનીય અને વખોડવાપાત્ર છે. સામૂહિક રસીકરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન સહિતના અનેક લોકકલ્યાણના કામોને લઇને પણ ટીકા કરનાર કોંગ્રેસની માનસિકતા ગુજરાતની પ્રજા જાણી ગઇ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજા કોંગ્રેસને તેનો જડબાતોડ જવાબ આપશે.
હીરામણિ જનસહાયક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન ભાજપના રાજયસભા સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, હીરામણિ જનસહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નીતાબહેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વરૂણભાઇ અમીન, ટ્રસ્ટીશ્રી વિજુલબહેન અમીન, ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ અમીન, બીજેપી મીડિયા કન્વીનર નોર્થ ઝોન(અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લો) શ્રી હિતેશ પટેલ (પોચી), મંત્રીશ્રી આર.સી.પટેલ, સીઇઓશ્રી ભગવતભાઇ અમીન, સલાહકારશ્રી એ.સી.ગોપાણી, પ્રિન્સીપાલ શ્રીમતી નીતાબહેન શર્મા, શ્રી ગુંજનભાઇ શાહ, શ્રીમતી પીનાક્ષીબહેન વડોદરિયા, શ્રીમતી કોષાબહેન પટેલ, શ્રીમતી ગુંજનબહેન શીવાલકર, ડો.વિદ્યુત દેસાઇ, ડો.એન.ડી.શાહ, ભાજપ યુવા મોરચાના હાર્દિકસિહં ડોડિયા, સેનેટ સભ્ય સતીષ પટેલ, ડેમોક્રેટિક સ્કૂલના નરેશભાઇ ચૌધરી સહિતના ભાજપના આગેવાનો, હીરામણિ સ્કૂલના શિક્ષકો, પ્રિન્સીપાલ સહિત અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. હીરામણિ જનસહાયક ટ્રસ્ટ દ્વારા રકતદાન કરનારા રકતદાતાઓ માટે ચા, કોફી, નાસ્તા, તબીબી સેવા સહિતની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો રેડક્રોસ સંસ્થાના ડો.વિશ્વાસભાઇ અમીન અને સૂર્યકાંતભાઇ નાયક અને તેમની ટીમ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news