આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને ત્રણ દશકાથી પણ વધુ અનુભવ ધરાવતા ફોટોજર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારનાં દુર્લભ ફોટોગ્રાફસનું એક્ઝિબિશન દોઢ મહિનો ચાલશે
આજના ડિજીટલ, સોશ્યલ મીડિયા અને હાઇટેક યુગમાં હવે પુસ્તક અમર અને જૂની યાદોને સદાય જીવંત રાખતુ માધ્યમ બને છે – જાણીતા ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત પંજિયાર
આ પુસ્તકમાં ચંબલની ખીણના ડાકુઓ, પંજાબમાં આતંકવાદ, 1984નાં શીખ વિરોધી રમખાણો અને તેની અસરો, પાકિસ્તાન અને અફધાનિસ્તાનાં રેફ્યુજીઓ, ભારતમાં કોમી હિંસા, ઉદારીકરણ સહિતના બહુ હ્રદયસ્પર્શી વિષયો આવરી લેવામાં આવ્યા છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને ત્રણ દશકાથી પણ વધુ અનુભવ ધરાવતા ફોટોજર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. પ્રશાંત પંજિયારનાં પુસ્તકનું વિમોચન તા. 18 સપ્ટેમ્બર, 2021નાં રોજ થશે. આ પુસ્તકનાં વિમોચનની સાથોસાથ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટગેલેરીમાં તેમનાં અલભ્ય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ આરંભાશે. જે દોઢ મહિના સુધી ચાલશે.
ANJAR / KUTCH DISTRICT / GUJARAT / INDIA/ FEBRUARY 2005 GANTAR projects at the Vira salt pans. Photograph by PRASHANT PANJIAR – LIVEWIRE IMAGES
પોતાના નવા પુસ્તક અને ફોટોગ્રાફ્સ પ્રદર્શન વિશે જણાવતાં જાણીતા ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારે કહ્યું કે, તેમના જીવનની કારકિર્દી દરમ્યાનના બહુ જ મહત્વના અને અસાધારણ ઘટનાઓ અને કથાઓને નિરૂપણ કરવાની સાથે સાથે કેમેરામાં કંડારવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. લગભગ 30 વર્ષની આ સફરને મેં કેમેરામાં કંડારી છે અને તેની બહુ જ અલભ્ય અને અસાધારણ કહી શકાય તસ્વીરો અને તેની કથા મારફતે મેં સમાજ જીવનના તમામ પાસાઓને વર્ણવવાનો આ પુસ્તક મારફતે પ્રયાસ કર્યો છે, પછી ભલે તે રાજકીય હોય, સામાજિક કે ધાર્મિક હોય..
આજના કોમ્પ્યુટર, મોબાઇલ અને સોશ્યલ મીડિયાના હાઇટેક જમાનામાં પણ પુસ્તકનું એક આગવું અને બહુમૂલ્ય મહત્વ છે. આજના ડિજીટલ, સોશ્યલ મીડિયા અને હાઇટેક યુગમાં હવે પુસ્તક અમર અને જૂની યાદોને સદાય જીવંત રાખતુ માધ્યમ બને છે એમ પણ જાણીતા ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારે ઉમેર્યું હતું.
Kanakpura, Karnataka. 2000. Students of the Om Shantidhama Gurukul, a traditional Sanskrit Vedic school that combines traditional learning with modern English education, at play. Photograph by Prashant Panjiar
દરમ્યાન આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ‘નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું પ્રકાશન કરવામાં આવ્યું છે. રૂ. 2500ની કિંમતમાં ઉપલબ્ધ આ પુસ્તકનાં 154 પૃષ્ઠો છે. આ પુસ્તકમાં પ્રશાંત પંજિયારની ત્રણ દાયકાની ફોટોજર્નાલિઝમની યાત્રા જોઈ શકાય છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં ચંબલની ખીણના ડાકુઓ, પંજાબમાં આતંકવાદ, 1984નાં શીખ વિરોધી રમખાણો અને તેની અસરો, પાકિસ્તાન અને અફધાનિસ્તાનાં રેફ્યુજીઓ, ભારતમાં કોમી હિંસા, ઉદારીકરણ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
Delhi. 1984. Victims of the anti-Sikh riots that followed the assassination of Indira Gandhi. Credit: Prashant Panjiar
તેમણે ઉમેર્યું કે, શ્રી પ્રશાંત પંજિયારના આ પુસ્તકનાં વિમોચનની સાથોસાથ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટગેલેરીમાં તેમનાં અલભ્ય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ આરંભાશે. જે દોઢ મહિના સુધી તા.20મી નવેમ્બર સુધી ચાલશે. શ્રી પ્રશાંત પંજિયારે તેમની કારકિર્દી દરમ્યાન કેમેરામાં કંડારેલી બહુ અદ્ભુત અને દુર્લભ તસ્વીરો તસ્વીરપ્રેમી જનતાને જોવાની બહુમૂલ્ય તક અમદાવાદના આંગણે પ્રાપ્ય બનાવાઇ છે.
#bharatmirror #bharatmirror21 #news
