ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવોમાં વધારો ઝીંકાતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
મંદી – મોંઘમારી અને મહામારીમાં સપડાયેલ પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સીલીન્ડરમાં રૂ. ૧૯૦ નો ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. ૯૦૦ની નજીક પહોંચી ગયુ છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. ૪૧૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધુ છે – ડો.મનીષ દોશી
અમદાવાદ,તા.1
ગેસ – પેટ્રોલ – ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવો દ્વારા દેશની ૧૩૦ કરોડ પૈકી ગુજરાતની ૬ કરોડ જનતા પાસેથી સુનિયોજીત લૂંટ ચલાવતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષમાં સતત વધતા જતા ખાદ્ય પદાર્થોના ભાવ, દવા – સારવારમાં ૪૦૦ ટકા થી ૧૪૦૦ ટકા, શિક્ષણ ફીમાં ૭૦ ટકા થી ૩૫૦ ટકા, બેરોજગારી આસમાને, ભારે ટેક્ષ, સબસીડીનો લાભ નહિ, આર્થિક મંદી, નાના વેપારીઓને જી.એસ.ટી.ના નામે પરેશાની એ ભાજપ સરકારની ભેટ છે.
મંદી – મોંઘમારી અને મહામારીમાં સપડાયેલ પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સીલીન્ડરમાં રૂ. ૧૯૦ નો ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. ૯૦૦ની નજીક પહોંચી ગયુ છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. ૪૧૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધુ છે. ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે.
ભાજપ સરકારે સાત વર્ષમાં કેન્દ્રીય વેરામાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૨૩.૨૭ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૨૮.૩૭ સતત વધારો ઝીક્યો છે. ભાજપ સરકારે વધારાના ૧૭.૨૯ લાખ કરોડ પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં સાત વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પર સતત વધારો કરીને પ્રજાના ખિસ્સામાંથી રૂ. ૨૨,૩૩,૮૬૮ કરોડ વસુલી લીધા છે. કોરોના સમયમાં વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ – ડીઝલ પર કેન્દ્ર સરકારે ટેક્ષ પેટે રૂ. ૪,૫૩,૮૧૨ કરોડ જેટલી જંગી રકમ વસુલીને પ્રજાની હાડમારીમાં પારાવાર મુશ્કેલીમાં વધારો કરીને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?
મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ ૨૦૨૦ માં જાન્યુઆરી ૧૭૬.૪૩ સબસીડી મળીને વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૩ રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે.
આવશ્યક ચીજવસ્તુ ૨૦૧૪ ૨૦૨૧
પેટ્રોલ (પ્રતિ લીટર) ૬૦ ૧૦૦
ડીઝલ (પ્રતિ લીટર) ૫૦ ૯૮
ગેસ સીલીન્ડર ૪૧૪ ૮૮૭
દાળ (પ્રતિ કીલો) ૭૦ ૧૩૮
ઘી (પ્રતિ કીલો) ૩૪૦ ૫૬૭
સરસવ તેલ (પ્રતિ કીલો) ૫૨ ૨૨૦
#bharatmirror #bharatmirror21 #news