કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત કોંગી નેતાઓએ સુરેન્દ્રનગરમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી
“દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય” – સુરેન્દ્રનગર શહેરના વૉર્ડ નંબર 9, રતનપર ખાતે કોરોનાના કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોને કોંગી નેતાઓએ ચાર લાખ રૂપિયાના વળતર માટે આશ્વાસન આપ્યું
અમદાવાદ,તા.5
વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાતની જનતાના માથે મોતનો ભય છે એને દૂર કરવા અને જીવનની સુરક્ષા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ મેમોરિયલ અને કોવિડ ન્યાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણ, આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર મળે, કોરોના સંક્રમિત તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર ખર્ચની તરત ચુકવણી થાય, કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરીયરના વારસદારોને કાયમી નોકરી આપવામાં આવે એ માટે કોંગ્રેસ પક્ષ લડત ચલાવી રહ્યું છે.
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રૈયાભાઈ રાઠોડભાઇ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, સુરેન્દ્રનગર શહેર પ્રમુખશ્રી ગિરિરાજસિંહ ઝાલા, મોહનભાઇ પટેલ, મહામંત્રી નિલેશ વાઘેલા,જિલ્લા ઉપપ્રમુખ બી.કે.પરમાર, શાહીર સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ આર. કુરેશી સોશ્યલ મીડિયા પ્રમુખ સાગર ચામડિયા, જિલ્લા ઉપપ્રમુખ મહાદેવભાઇ દલવાડી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ડગલા, એસ.સી. ડિપાર્ટમેન્ટ ના ચેરમેન કિશોરભાઈ ચાવડ, પ્રશાંત ભટ્ટ, સહીત તમામ આગેવાનોએ સુરેન્દ્રનગર શહેરના વૉર્ડ નંબર 9, રતનપર ખાતે કોવિડનાં કારણે મૃત્યુ થયેલ સ્વર્ગસ્થના ઘરે જઈને શ્રદ્ધાંજલિ તેમજ તેમનાં પરીવારજનોને સાંત્વના આપેલ તથા સરકાર પાસે ચાર.લાખ રૂપિયાની માંગણી કરતું ફોર્મ ભરીને સરકાર અથવા કોર્ટ પાસે રજૂઆત કરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સ્પષ્ટ કર્યું હતું કે, કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..! કોંગ્રેસ હંમેશા પ્રજા કલ્યાણ અને પ્રજા કાર્યોની નીતિ જ અપનાવી છે અને તેની હંમેશા અમલવારી કરી છે. કોંગ્રેસ હરહંમેશ ગુજરાતની જનતાની પડખે રહ્યું છે અને રહેશે. પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં કે તેને વાચા આપવામાં કોંગ્રેસ તેનું એડિચોટીનું જોર લગાવે છે કારણ કે, કોંગ્રેસ સામાન્ય જનતાની પાર્ટી છે., તે સામાન્ય માણસની પીડા અને વેદના સમજે છે.
#bharatmirror #bharatmirror21 #news