રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે શ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા – ગુજરાત સહિત દેશભરમાંથી આશરે 500 જેટલા આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયો શપથવિધિ સમારોહ
શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબહેન જરદોશ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, ગોવાથી મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાંવત, હરિયાણાથી મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.13
ગુજરાતના રાજયપાલ દ્વારા નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. દાદાના હુલામણા નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે રાજયના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમ..ના સૂત્રો પોકારી વાતાવરણ ગજવ્યું હતું. મુખ્યંમત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયપાલ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સહિતના મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને સાદર નમન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શપથવિધિ બાદ પ્રોટોકોલ મુજબ, બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સહિતના તમામ મહાનુભાવોએ ઉભા થઇ રાષ્ટ્રગાનનું માન જાળવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આજના શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબહેન જરદોશ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, ગોવાથી મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાંવત, હરિયાણાથી મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા 500 જેટલા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારોહ દરમ્યાન વિશાળ મંચ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબહેન જરદોશ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, ગોવાથી મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાંવત, હરિયાણાથી મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિધિવત્ રીતે શપથ ગ્રહણ કરાયા બાદ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સહિતના ઉપરોકત તમામ મહાનુભાવોએ ગુજરાતના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને વિશેષ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ મારફતે ગુજરાતના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.
આ અગાઉ સવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અમદાવાદ આવ્યા ત્યારે નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ એરપોર્ટ પર તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નવા સીએમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના આશીર્વાદ મેળવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news