કે કે નગર, ઘાટલોડીયામાં સ્થિત નવો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ સ્ટોર એક્સક્લુસિવ, મલ્ટી-કેટગરી સ્ટોરને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરાયો છે જે ગ્રાહકોને વિસ્તરિત હોમ એન્ડ ડેકોર ખરીદીનો અનુભવ ઓફર કરવા માટે સજ્જ છે
વિશ્વકક્ષાના નવા હાઇટેક અને ડિજિટલ શોરૂમમાં બાથ, ફેબ્રિક, ફર્નિચર, લાઇટ્સ, કિચન, ફર્નીચર સહિતના અનેકવિધ વિકલ્પો અને ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી ગ્રાહકોને એક છત નીચે જ ઉપલબ્ધ બન્યા
એશિયન પેઇન્ટસ દ્વારા અમદાવાદમાં તેનો વર્લ્ડકલાસ ‘બ્યુટીફુલ હોમ્સ’ ડેકોર શોરૂમ લોન્ચ કરાયો તે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત – એશિયન પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમિત સિંગલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટસ દ્વારા ભારતના અમદાવાદ શહેરમાં અત્યંત આગવો ‘બ્યુટીફુલ હોમ્સ’ મલ્ટી કેટેગરી ડેકોર શોરૂમ લોન્ચ કર્યો છે, કે કે નગર, ઘાટલોડીયામાં સ્થિત નવો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ સ્ટોર એવા ટેકનોલોજીકલ પ્રવાહો સાથે વિશિષ્ટ અને તરબોળ ખરીદીનો અનુભવ ઓફર કરવા સજ્જ છે જે સ્ટોરમાં ગ્રાહકોની સેવા અને અનુભવમાં વધારો કરશે. અદ્યતન સ્ટોરનું ઉદઘાટન એશિયન પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમિત સિંગલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્ટોર શહેરમાં બીજો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ છે. સૌથી નોંધનીય વાત એ છે કે, સમગ્ર ભારત જ નહી પરંતુ વિશ્વના અન્ય શહેરોમાં પણ ના હોઇ શકે તે કક્ષાનો હાઇટેક અને ડિજિટલી સજ્જ એશિયન પેઇન્ટસનો આ બ્યુટીફુલ હોમ્સ શો રૂમ વર્લ્ડકલાસ અને બેનમૂન છે.
7600+ ચોરસ ફૂટમાં ફેલાયેલું લક્ઝુરિયસ નવું હોમ ડેકોર સ્ટોર ભારતના સૌથી મોટા એશિયન પેઇન્ટ સ્ટોર્સમાંનો એક છે. આ વન-સ્ટોપ-શોપ તમામ હોમ કેટેગરીમાં ગ્રાહકોને વ્યાપક ઉકેલો પ્રદાન કરે છે જેમાં બાથ, ફેબ્રિક, ફર્નિચર, લાઇટ્સ, કિચન અને ઘણું બધું ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી પ્રદર્શિત થાય છે. તે સ્ટોર મોડ્યુલર કિચન ડિસ્પ્લેની વિશાળ શ્રેણી અને ફર્નિચર ડિસ્પ્લેની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે. આ બે માળનું શોરૂમ સ્ટોરમાં 80થી વધુ નવા શરૂ કરાયેલા ફર્નિચર SKU દર્શાવે છે, જે ગ્રાહકોને શોધ, અનુભવ અને પસંદગી માટે વિકલ્પોની વિશાળ શ્રેણી આપે છે.
આ સ્ટોક એશિયન પેઇન્ટસ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે પણ સજ્જ છે જેથી ગ્રાહકોને ખરીદી પહેલા ફર્નીચર અને એસેસરીઝનું તેમના સ્વપ્નના ઘરમા વિઝ્યૂલાઇઝ કરી શકે છે. આ બ્રાન્ડ અતુલનીય અને ખરીદીનો અનુભવ પૂરો પાડવાની ખાતરી આપે છે તેમજ ગ્રાહકોને સ્ટોર ખાતે કુશળ નિષ્ણાતો પૂરા પાડે છે જેથી તેમને તેમના ખરીદીના નિર્ણયમાં સહાય કરી શકાય. વિશિષ્ટ પ્રકારનો સ્ટોર હોવાથી તેના વિશિષ્ટ અને મોટે ભાગે સર્જનાત્મક ફેકેડ ડિઝાઇનમાં પણ આનંદ રહેલો છે.
અમદાવાદ એ વાઇબ્રન્ટ હોમ ડેકોર માર્કેટ છે. અહીંના ગ્રાહકો ડિઝાઇનમાં નિષ્ણાતોની સલાહ અને સુચન લે છે અને એવા વન સ્ટોપ ડેસ્ટીનેશન્સની શોધમાં હોય છે જે દરેક ઘર સંબધિત પ્રોડક્ટ્સ, ડિઝાઇન, સપ્લાય એક જ સ્થળેથી ઓફર કરતા હોય. માગમાં વધારો જોતા એશિયન પેઇન્ટ્સ દ્વારાશહેરમા ફક્ત બીજો એક સ્ટોર ખોલાયો છે એટલુ જ નહી પરંતુ તેનો અત્યંત આગવો અને અમદાવાદમા સૌથી મોટો બ્યુટીફુલ હોમ્સલ સ્ટોર્સમાંનો એક છે.
એશિયન પેઇન્ટ્સ:
વર્ષ 1942માં સ્થાપનાથી એશિયન પેઇન્ટ્સે ભારતની અગ્રણી અને એશિયાની ત્રીજી સૌથી મોટી પેઇન્ટ કંપની તરીકે ઉભરી આવવા માટે લાંબી મઝલ કાપી છે, અને તેનુ ટર્નઓવર રૂ. 217 અબજ છે. એશિયન પેઇન્ટ્સ 15 દેશોમાં કામ કરે છે અને વિશ્વ આખામાં 26 પેઇન્ટ ઉત્પાદન સવલતો ધરાવે છે, અને 60થી વધુ દેશોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. એશિયન પેઇન્ટ્સ હંમેશા પેઇન્ટ ઉદ્યોગમાં અગ્રણી રહી છે, તેમજ કલર આઇડીયાઝ, કલર નેક્સ્ટ અને કીડ્ઝ વર્લ્ડ જેવા નવીન ખ્યાલોની શોધ કરે છે.
એશિયન પેઇન્ટ્સ ડેકોરેટીવ અને ઔદ્યોગિક વપરાશની વિવિધ રેન્જનું ઉત્પાદન કરે છે. કંપની વધુમા હોમ ઇમ્પ્રુવમેન્ટ અને ડેકોર સેમેગમેન્ટમાં પણ હાજરી ધરાવે છે અને બાથ અને કિચન પ્રોડક્ટસ ઓફર કરે છે. કંપનીએ વધુમાં લાઇટીંગ્સ, ફર્નીશીંગ્સ અને ફર્નીચરને પણ પોતાના પોર્ટફોલિયોમાં સમાવ્યુ છે. હેલ્થ અને હાઇજીન સેગમેન્ટમાં એશિયન પેઇન્ટ્સ વિવિધ રેન્જન સેનીટાઇઝર્સ અને સર્ફેસ ડીસઇન્ફેક્ટન્ટસ પણ ઓફર કરે છે.
#bharatmirror #bharatmirror21 #news