અગિયાર રંગો સાથે પાંચ અદભુત પ્રકારમાં રજૂ કરાયેલી સંપૂર્ણ નવી ક્લાસિક 350 INR 184,374સાથે શરૂ (એક્સ-શોરૂમ અમદાવાદ અને ગુજરાત) થાય છે
મોટરસાઈકલ અમદાવાદમાં સર્વ 8 રોયલ એનફિલ્ડ સ્ટોર્સ અને ગુજરાતમાં 46 સ્ટોર્સમાં બુકિંગ અને ટેસ્ટ રાઈડ્સ માટે ઉપલબ્ધ
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અગિયાર રંગોમાં 5 નવા, આકર્ષક પ્રકારમાં મળશે, જે રેડિચ સિરીઝ, ધ હેલસિયોન સિરીઝ, ધ ક્લાસિક સિગ્નલ્સ, ધ ડાર્ક સિરીઝ અને ક્લાસિક ક્રોમ સાથે શરૂ થાય છે – રોયલ એનફિલ્ડના નેશનલ બિઝનેસ હેડ (નોર્થ અને વેસ્ટ ઈન્ડિયા અને નેપાળ) પુનીત સૂદ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
મિડલવેઈટ મોટરસાઈકલ સેગમેન્ટ (250- 750 સીસી)માં વૈશ્વિક આગેવાન રોયલ એનફિલ્ડે આજે અમદાવાદ અને ગુજરાતમાં બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી ક્લાસિક 350 રજૂ કરી હતી. આઈકોનિક અને સમકાલીન ક્લાસિકનો કાયાકલ્પ કરાયો છે અને આધુનિક આકાંક્ષાઓને પહોંચી વળવા માટે સહજ અને ઉત્કૃષ્ટ સવારીના અનુભવ સાથે બહેતર બનાવવામાં આવી છે. નવી મોટરસાઈકલ અમદાવાદમાં સર્વ 8 રોયલ એનફિલ્ડ સ્ટોર્સ અને ગુજરાતમાં 46 સ્ટોર્સમાં બુકિંગ અને ટેસ્ટ રાઈડ્સ માટે ઉપલબ્ધ છે અને રોયલ એનફિલ્ડ એપ થકી, કંપનીની વેબસાઈટ www.royalenfield.comપર અને નજીકના રોયલ એનફિલ્ડ સ્ટોર્સમાં સંપૂર્ણ નવી ક્લાસિક 350 ટેસ્ટ રાઈડ્સ અને બુકિંગ માટે ઉપલબ્ધ છે.
સંપૂર્ણ નવી ક્લાસિક 350 દુનિયાભરના શોખીનો ચાહે છે તે અસલ, રેટ્રો- સ્ટાઈલ્ડ મોટરસાઈકલો નિર્માણ કરવાના રોયલ એનફિલ્ડના વારસામાં નવા અધ્યાયનો ઉમેરો છે. 2008માં લોન્ચ કરવામાં આવી ત્યારથી ક્લાસિક મિડલવેઈટ મોટરસાઈકલિંગ અવકાશમાં દાખલારૂપ મોટરસાઈકલ તરીકે ઊભરી આવી છે અને રોયલ એનફિલ્ડના કાયાકલ્પને વાચા આપતાં વૈશ્વિક સ્તરે સેગમેન્ટમાં તેના પ્રવાસે આગેવાની લીધી છે. 12 વર્ષ અને તે પછી 3 મિલિયનથી વધુ મોટરસાઈકલો સાથે ધ ક્લાસિકે પોતાનો વારસો નિર્માણ કર્યો છે અને નવી ક્લાસિક 350 આ વારસાને વધુ આગળ લઈ જવા માટે સુસજ્જ છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે ક્લાસિકની સફળતાને યાદ કરતાં અને લોન્ચ પર બોલતાં રોયલ એનફિલ્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી. ગોવિંદરાજને જણાવ્યું હતું કે, સંપૂર્ણ નવી ક્લાસિક 350 સંપૂર્ણ આધુનિક પુનઃકલ્પના કરેલા સવારીના અનુભવ સાથે પરિચિત સમકાલીન ડિઝાઈન લેન્ગ્વેજનું દ્યોતક છે. સંપૂર્ણ નવી ચેસિસ સાથે અમારા આધુનિક જે- સિરીઝ એન્જિન પર ગ્રાઉન્ડ-અપ નિર્મિત ધ ક્લાસિક 350 એકદમ દાખલારૂપ અને સહજ સવારીનો અનુભવ આપે છે, જે લગભગ પહેલી વાર ફરીથી સવારી કરવા જેવો અહેસાસ આપે છે.અમે મોટરસાઈકલમાં તેના અદભુત લૂકથી પાર્ટસ અને ટચપોઈન્ટ્સમાં પરફેકશનથી તેના બેજોડ રાઈડિંગ પરફોર્મન્સ સુધી દરેક પાસાંમાં બહુ ધ્યાન આપ્યું છે. ઉત્કૃષ્ટ ઉત્તમ કેલિબ્રેટેડ એન્જિન બહુ જ સહજ છે, જ્ઞાનાકાર રીતે પ્રતિસાદ આપે છે અને સહભાગી કરે છે અને એક્સિલરેશન પર પણ સહજ છે.સંપૂર્ણ નવી ક્લાસિક હાથ ધરતી વખતે ભરપૂર આત્મવિશ્વાસ આપે છે અને તંગ ટ્રાફિકની સ્થિતિઓમાં અને વળાંકવાળા ખૂણાઓમાં ખાસ ઉત્તમ વર્તન કરે છે.
અમદાવાદમાં સંપૂર્ણ નવી ક્લાસિક 350 વિશે બોલતાં રોયલ એનફિલ્ડના નેશનલ બિઝનેસ હેડ (નોર્થ અને વેસ્ટ ઈન્ડિયા અને નેપાળ) પુનીત સૂદે જણાવ્યું હતું કે, રોયલ એનફિલ્ડે અમદાવાદ અને ગુજરાતમાં પણ મોટરસાઈકલના શોખીનોમાં નોંધપાત્ર આકર્ષણ જમાવવાનું ચાલુ રાખ્યું છે. અમે પ્રીમિયમ મોટરસાઈકલમાં અપગ્રેડ કરવા માગતા વધુ ગ્રાહકોને પહોંચી વળવા માટે રાજ્યમાં અમારી હાજરી વધારવાનું ચાલુ રાખ્યું છે. અમે 46 સ્ટોર અને 38 સ્ટુડિયો સ્ટોર્સ સાથે ગુજરાતમાં મજબૂત રિટેઈલ હાજરી ધરાવીએ છીએ. રોયલ એનફિલ્ડ 150 સીસી અને ઉપરની કેટેગરીમાં 24% થી વધુ માર્કેટ શેર ધરાવે છે અનેઅમદાવાદમાં 27% માર્કેટ શેર સમાન કેટેગરીમાં છે. રાજ્યમાં અમે વધુ વૃદ્ધિની ભરપૂર સંભાવના જોઈ છે. અમને વિશ્વાસ છે કે, ગુજરાતમાં અમારા મોટરસાઈલિંગના શોખીનો સંપૂર્ણ નવી ક્લાસિક 350ને મનઃપૂર્વક આવકારશે.
રોયલ એનફિલ્ડના નેશનલ બિઝનેસ હેડ (નોર્થ અને વેસ્ટ ઈન્ડિયા અને નેપાળ) પુનીત સૂદે વધુમાં ઉમેર્યું કે, મીટિયોરમાં હાલમાં જ રજૂ કરવામાં આવેલા આધુનિક, વૈશ્વિક સ્તરે સરાહના પામેલા 349 સીસી એર- ઓઈલ કૂલ્ડ સિંગલ સિલિંડર એન્જિન દ્વારા પાવર્ડ સંપૂર્ણ નવી ક્લાસિક 350 સવારીના અનુભવમાં આરામ, સહજતા અને ઉત્કૃષ્ટની નવી સપાટી લાવે છે. 349 સીસી સાથે ફ્યુઅલ- ઈન્જેક્ટેડ, એર- ઓઈલ કૂલ્ડ એન્જિન સાથે ક્લાસિક 6100 આરપીએ 20.2 બીએચપી પાવર અને 4000 આરપીએમે 27 એનએમનું ટોર્ક ઊપજાવે છે, જેને લઈ બેન્ડમાં મજબૂત લો- એન્ડ ગ્રાન્ટ અને સુપર સ્મૂધ લાઈનિયર પાવર ડિલિવરીમાં પરિણમીને સવારીને વધુ આનંદદાયક અને આસાન બનાવે છે. કંપન દૂર કરતા પ્રાઈમરી બેલેન્સર શાફ્ટ સાથે પુનર્જન્મ પામેલી ક્લાસિક રસ્તા પર સહજ અને ઉત્તમ વર્તન કરે છે. ગિયર શિફ્ટિંગ એકદમ સહજ અને સરળ છે, જે મહત્તમ 4 સ્પીડ ગિયરબોક્સને આભારી શહેરમાં મજબૂત એક્સિલરેશન તેમ જ ક્રુઝિંગ સ્પીડે આરામદાયક સવારીની ખાતરી રાખે છે. રોયલ એનફિલ્ડના શોખીનીને આનંદ આપતાં નવી ક્લાસિક 350 એક્ઝોસ્ટની નોંધનું નિર્વિવાદ રીતે થમ્પ જાળવી રાખે છે.
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અગિયાર રંગોમાં 5 નવા, આકર્ષક પ્રકારમાં મળશે, જે રેડિચ સિરીઝ, ધ હેલસિયોન સિરીઝ, ધ ક્લાસિક સિગ્નલ્સ, ધ ડાર્ક સિરીઝ અને ક્લાસિક ક્રોમ સાથે શરૂ થાય છે. નવી ક્લાસિક 350ના બધા પ્રકાર માટે બુકિંગ્સ અને ટેસ્ટ રાઈડ્સ રેડિચ સિરીઝ સિવાય આજથી ભારતની ડીલરશિપ્સમાં શરૂ થશે, જે સ્ટોર્સમાં ઓક્ટોબર 2021થી મળશે. નવી ક્લાસિક 350 રેડિચ માટે INR 1,84,374માં, હેલસિયોન સિરીઝ માટે INR 1,93,123, ક્લાસિક સિગ્નલ્સ માટે INR 2,04,367, ડાર્ક સિરીઝ માટે INR 2,11,465અને ક્લાસિક ક્રોમ માટે INR2,15,118થી શરૂ થતી કિંમતે મળશે. (સર્વ એક્સ- શોરૂમ ચેન્નાઈ કિંમત) તેમ પણ શ્રી પુનિત સુદે ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news